ગુજરાત

ખેડૂત પોતે જ પોતા નો વકીલ જાગૃત હશો તો શેઢા પાળા ના કજિયા ઘટશે બે દિવસીય રેવન્યુ શિબિર માં એડવોકેટ કોટડીયા નું મનનીય માર્ગદર્શન

રાજકોટ આજી ડેમ રામવન પાસે એડવોકેટ રમણીકભાઈ કોટડીયા ની વાડીમાં ખેડૂત માર્ગદર્શન શિબિર યોજાય તા.૧૧-૧૨ ફેબ્રુઆરી-૨૦૨૫ રહેવા જમવા ચા-નાસ્તા ની  ઉત્તમ વ્યવસ્થા સાથે ખેડૂત તાલીમ સેમીનાર માં ખેડૂતને ખેતીલાયક જમીન માટે જરૂરી રેવન્યુની સ્પેશ્યલ માહિતી DILR (સર્વે ભવન) માંથી મળતા ડોક્યુમેન્ટ ખેતીલાયક જમીનમાં ખાસ જરૂરી.૧. ટીપ્પણ ૨.સ્કેસ ૩.સીમ તળનો નકશો.૪. ફેસલ પત્રક પ. આકાર બંધ ૬.સીમ ખરડો, ૭. હક્ક પત્રક (૬ નંબર) ૮. ૭ નંબર એટલે ખેતરની જન્મકુંડળી અને ૧૨ નંબર એટલે કે તેમાં વાવેતર કરો તે, અને ૮-અ એટલે ખાતાવાહી તેમજ ૧૬ નંબર એટલે પાણી પત્રક વગેરે ઉપર ખુબજ સરળ શૈલીમાં અભણ ખેડૂત ને મગજમાં બેસી જાય તેવા દ્રષ્ટાંત સાથે અવગત કર્યા વધારાના ડોક્યુમેન્ટસ તેમજ માપણી અને માપણીના ચાર્જ અને વારસાઈ આંબો કેમ બનાવવો ? વારસાઈ કરાવવી વહેંચણી કેમ કરવી ?  કે.જે.પી. કેમ કરાવવી ? નવી શરતની જમીન જૂની શરતની જમીન, સાંથણીની જમીન, કોને ટુકડા ધારો લાગે, મૂળ નોંધ કેમ શોધવી ?

ઘટતી નોંધ કેવી રીતે ઉમેરવી, વધારાની નોંધ કેમ ૨દ કરવી ? અને તે બધા ફોર્મ જાતે કેવી રીતે ભરવા અરજી કંઈ રીતે કરવી તે બધી પાયાની સમજ આપી ફોર્મ ભરતા શીખવાડી તમે જ તમારા જ વકીલ બનો ગુજરાત ના જુનાગઢ, કેશોદ ગીર સોમનાથ, સાબરકાંઠા,મોરબી, પાટણ, રાજકોટ, અમરેલી ના બાબરા, દેવભૂમિ દ્વારકા, છોટાઉદેપુર, સુરેન્દ્રનગર, ખેડા, જામનગર તેમજ પાટણના વિસ્તારમાંથી ખેતી કરતા ખેડૂતો ખેતીની જમીન માટેની જરૂરી માહિતી મેળવી જિજ્ઞાસુ ખેડૂતો બે દિવસ અને એક રાત્રી કડકડતી ઠંડી માં પણ રેવન્યું માર્ગદર્શક રમણીકભાઈ  કોટડીયા ની શિબિર માણી ભારતીય કિસાન સંઘ બાબરા તાલુકા પ્રમુખ ભાનુભાઈ પાનસેરિયાએ રેવન્યુ શિબિર ને બિરદાવી હતી અને સર્વે ખેડૂત ને અવગત કરતા જણાવ્યું હતું કે  ગુજરાત અને ભારત સરકાર દ્વારા જમીન સર્વેમાં ઈ.સ.૧૯૫૩ની આજુબાજુના વર્ષમાં જે ટિપ્પણ બનાવેલા છે અને સાંકળ માપણી દ્વારા જે માપણી થયેલ અને ખૂંટા ખોડેલા છે તેમાં સહભાગી થયેલા અધિકારીગણને બિરદાવીને જણાવ્યું હતું કે અત્યારે વિજ્ઞાન યુગમાં સેટેલાઇટ પ્રમાણે માંથાના વાળ કરતા પણ સુક્ષમ માપ બતાવે છે પણ માપણી સીટમાં તે પરફેક્ટ બે ખૂંટા વચ્ચે પાકુ માપ લખતા નથી અને માપણી સીટમાં સ્કેલ માપથી ૧ સેન્ટીમીટર બરાબર ૧૦ મીટર તે કજીયાનું મૂળ છે પણ ગુજરાત અને ભારત સરકાર દ્વારા બે દડી વચ્ચે પરફેક્ટ માપ લખવાનું સરકાર દ્વારા પોઝેટીવ નિર્ણય લેવામાં આવે તો ખેડૂતો ખેડૂતો વચ્ચે શેઢા પાળાના કજિયા ઓછા થાય તેમ જણાવ્યું હતું

Follow Me:

Related Posts