અમરેલી

જલ હૈ તો કલ હૈ શ્રી ભૂરખીયા હનુમાનજી મંદિર અને ધોળકિયા ફાઉન્ડેશન નાં સહયોગ થી જળ સંસાધન વેગ માં

દામનગર સુપ્રસિદ્ધ યાત્રાધામ ભૂરખીયા હનુમાનજી મંદિર પ્રશાસન અને ધોળકિયા ફાઉન્ડેશન નાં આર્થિક સહયોગ થી ભૂરખીયા ગામે જળ સંગ્રહ અભિયાન નો પ્રારંભ કરાયો સમગ્ર ખેડૂત સમાજ માં આનંદ ની લાગણી વ્યાપી જળ સંગ્રહ થી દરેક જીવાત્મા નું કલ્યાણ થશે ખેતી સમૃદ્ધિ વધશે ભૂગર્ભ જળ સ્તર ઉચા આવશે આર્થિક ઉન્નતિ માટે ઉપકારક જળ સંગ્રહ અભિયાન નો પ્રારંભ થતાં સર્વત્ર ખુશી ની લાગણી વ્યાપી હતી સ્થાનિક સરપંચ રમેશભાઈ બારડે જણાવ્યું હતું કે શ્રી ભૂરખીયા મંદિર પ્રશાસન ટ્રસ્ટ અને ધોળકિયા ફાઉન્ડેશન નાં આર્થિક સહયોગ થી ચાલતી જળ સંગ્રહ પ્રવૃત્તિ ને વધુ વેગવંતુ બને તે માટે નદી નાળા વોકળા નું પાણી સુવ્યવસ્થિત ચેકડેમ તળાવો સુધી પહોંચે તેની દૂરંદેશી એ ૪૪ ડિગ્રી ધોમધખતા તાપ માં પણ ખડેપગે સેવારત છે ખૂબ મોટા પ્રમાણ માં જેસીબી મશીનો યાત્રિક સાધનો ટ્રેકટરો નો કાફલો બળબળતા તાપ માં પણ સ્થાનિક તળાવો ચેક ડેમ ઊંડા ઊતરવા પ્રયત્નશીલ છે

Related Posts