સુરત. રક્તદાન એ માનવ જીવન માટે શ્રેષ્ઠ દાન.
રક્તદાન કર્યા પછી એની ઉણપ આપોઆપ પુરાઈ જાય છે સુરત માં છેલ્લા ત્રણ દાયકા થી અવિરત રક્તદાન કેમ્પ નું ભગીરથ કાર્ય સેવા યુથ ક્લબ સુરત તથા ગોંડલ ગ્રુપ દ્વારા કરવામાં આવે છે આ વર્ષે પણ આજરોજ તારીખ ૨૨ ફેબ્રુઆરી ને રવિવાર ના રોજ મહારક્તદાન કેમ્પ યોજાયો હતો જેમાં બહોળી સંખ્યામાં રક્તદાતાઓ ઉમટી પડયા હતા અને ૬૭૦ થી વધુ રક્ત બોટલ એકત્ર થઈ હતી.
સેવા યુથ ક્લબ હેઠળ સેવા નો યજ્ઞ પ્રજ્વલિત કરનાર કલબ ના પ્રમુખ અને સભ્યો આજ થી ૩૨ વર્ષ પહેલા યુવાનાવસ્થા હતી જે આજે પ્રૌઢ વયના થઈ ચૂક્યા હોવા છતા સમાજ ને ઉપયોગી બનવા યુવાનો ને શરમાવે તેવી પ્રચંડ ઉર્જા સાથે ઉત્સાહ ભેર રક્તદાન કેમ્પ ની માનવતા લક્ષી પ્રવૃતિ કરી આજ ના યુવાનો શ્રેય માર્ગે ચાલવા ની ઉદત પ્રેરણા આપે છે
આ મહા રક્તદાન કેમ્પ માં અનેક સામાજિક સ્વૈચ્છિક રાજકીય સંસ્થા ના સૂત્રધારો મહાનુભાવો તેમજ અગ્રણી ઉદ્યોગ રત્નો સમાજ શ્રેષ્ઠી ઓ ઉપસ્થિત રહ્યા હતા સેવા યુથ ક્લબ ના પ્રમુખ ટી.કે.પટેલે જણાવ્યું હતું કે મેકઅપની ઉંમરમાં સારા કર્મ કરી લેવાબાકી ચેકઅપની ઉંમરમાં તો કશું જ થઈ શકવાનું નથી.કારણ કે પેકઅપની તારીખ અનિશ્ચિત છે..!!
આજ સુધી માં ૨૮ થી વધુ રક્તદાન કેમ્પ સફળતા પૂર્વક કરી ચૂક્યા છીએ રક્તદાતા ઓને સન્માન પત્ર અને ગીફટ આપી પ્રોત્સાહીત કરવામાં આવે છે સાથે મળીને ૧૪૦૦ થી ૧૫૦૦ માણસો ભોજન પ્રસાદ પણ લઈએ છીએ આવી રીતે સેવા યુથ ક્લબ સુરત ત્રણ દાયકા થી અવિરત સેવારત છે તેમની બીજી સેવાઓ જેવી કે દવાખાના, ગૌશાળા, તથા પંખી ને ચણ, તથા શિયાળા માં રોડ રસ્તા ઉપર નિરાધાર ગરીબ માણસો ને ધાબળા ઓઢાડવા નું કાર્ય કરવામાં આવે છે
ગ્રીન આર્મી ચેરીટેબલ ટ્રસ્ટ સુરત ના સક્રિય સૈનિક મનસુખભાઈ કાસોદરીયા અત્યાર સુધીમાં ૧૧૮ વખત રક્તદાન કરી સમાજ પ્રત્યે ઉદત ભાવના દર્શાવી છે
તેમણે લોકોને સંદેશ આપતા જણાવ્યું હતું કે સુરત માં સેવા યુથ ક્લબ બહુ જૂની અને સક્રિય સંસ્થા છે જેના થકી આજે યુવાન ભાઈઓ બહેનો જાગૃત થયા છે બહેનો પણ વિના સંકોચ રક્તદાન ઉત્સાહ ભેર કરી રહ્યા છે લોહી કોઈ ફેક્ટરી માં બનતું નથી એ તો કુદરત ની અમૂલ્ય ભેટ છે અને આપણા શરીર માં એટલું એક્સ્ટ્રા હોય છે જેનાથી કોઈક ની જીંદગી બચાવી શકાય છે તો આ અમૂલ્ય રક્ત ની ભેટ કેમ ન આપીએ નો સુંદર સંદેશ આપ્યો હતો


















Recent Comments