દેશમાં જેટલા પણ નોકરી કરતાં લોકો છે. લગભગ દરેક લોકોના PF ખાતુ હોય છે. દર મહિને પગારમાંથી એક ભાગ આ ફંડમાં જમા થાય છે, જેથી જરુર પડે તેમાંથી ઉપાડી શકાય. અત્યાર સુધી લોકો નોકરી છોડ્યા પછી તરત જ પૈસા ઉપાડી લેતા હોય છે. એ પછી તેઓ લગ્ન, નવુ ઘર બનાવવા માટે અથવા અન્ય જરુરી ખર્ચ માટે તેમના PF ખાતામાંથી પૈસા ઉપાડતા હતા.પરંતુ હવે, કર્મચારીઓએ થોડી રાહ જોવી પડશે. સરકાર અને EPFO દ્વારા PF ઉપાડના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ ફેરફાર લાખો કર્મચારીઓને અસર કરશે, જેઓ ભવિષ્ય નિધિનો ઉપયોગ ઈમરજન્સી ફંડ તરીકે ઉપયોગ કરે છે. નવા નિયમો વિશે જાણો.અગાઉના નિયમો હેઠળ જો કોઈ કર્મચારી નોકરી છોડી દે છે, તો તેઓ બે મહિના પછી તેમના PF ખાતામાંથી સંપૂર્ણ રકમ ઉપાડી શકતા હતા. આ નિયમ એવા લોકો પર લાગુ પડતો હતો જેમણે નવી નોકરીમાં જોડાયા ન હતા. ઘણા લોકોએ તેમના લગ્ન,નવુ ઘર ખરીદવા માટે અથવા દેવાની ચુકવણી કરવા જેવા વ્યક્તિગત ખર્ચ માટે આ પૈસાનો ઉપયોગ કરતાં હતા.
EPFO એ આવા કિસ્સાઓમાં કેટલીક શરતો સાથે વહેલા ઉપાડની પણ મંજૂરી આપી હતી. તેનો અર્થ એ છે કે કર્મચારીઓ નોકરી છોડ્યા પછી 60 દિવસ પછી તેમના PF બેલેન્સ ઉપાડી શકતા હતા. આ પ્રક્રિયા ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે કરી શકાતી હતી, અને ભંડોળ સામાન્ય રીતે એક અઠવાડિયાની અંદર તેમના ખાતામાં જમા થઈ જતું હતું.PF ખાતામાં નવા નિયમો મુજબ કર્મચારીઓ હવે નોકરી છોડ્યાના એક વર્ષ પછી જ લગ્ન, ઘર બનાવવા અથવા અન્ય કોઈપણ વ્યક્તિગત જરૂરિયાત માટે તેમના પીએફ ખાતામાંથી ભંડોળ ઉપાડી શકશે. એટલે કે હવે તમારે બે મહિના નહીં, પરંતુ પૂરા 12 મહિના રાહ જોવી પડશે. EPFO માનવું છે કે આ પગલાથી ભવિષ્ય માટે બચત કરવાની આદત કેળવવામાં આવશે અને તેમને તેમના ભંડોળનો યોગ્ય હેતુ માટે ઉપયોગ કરવામાં મદદ મળશે.જોકે, ઈમરજન્સી મેડિકલ જરૂરિયાત અથવા કાયમી વિકલાંગતાના કિસ્સામાં તાત્કાલિક ઉપાડ સુવિધા ચાલુ રહેશે. આ ફેરફારનો હેતુ પીએફ ખાતાને લાંબા ગાળાની સુરક્ષા તરીકે જાળવવાનો છે, જેથી કર્મચારીઓને નિવૃત્તિ સમયે પૂરતું ભંડોળ મળી રહે.
Recent Comments