IFFCOએ નેનો યુરિયાની 3.6 કરોડ બોટલનું ઉત્પાદન કર્યું, જેમાંથી 2.5 કરોડ બોટલો દેશભરના ખેડૂતોને પોહચાડવામાં આવી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ આજે ગુજરાતના કલોલ ખાતે IFFCO દ્વારા વિશ્વના પ્રથમ નેનો યુરિયા લિક્વિડ પ્લાન્ટનું ઉધઘાટન કર્યું હતું. ત્યારે IFFCOએ નેનો યુરિયાની 3.6 કરોડ બોટલનું ઉત્પાદન કર્યું છે. જેમાંથી 2.5 કરોડ બોટલો દેશભરના ખેડૂતોને પોહોંચાડવામાં આવી છે.
PM મોદીએ ગાંધીનગર ખાતે આયોજિત સમારોહમાં IFFCO
ના નેનો યુરિયા લિક્વિડ પ્લાન્ટને રાષ્ટ્રની સેવા માટે આભાસી કાર્યક્રમ માં સમર્પિત કર્યો હતો. ,કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા આ કાર્યક્રમમાં હાજર રહયાં હતા. આજ સુધીમાં IFFCOએ નેનો યુરિયાની 3.6 કરોડ બોટલનું ઉત્પાદન કર્યું છે. જેમાંથી 2.5 કરોડ બોટલો દેશભરના ખેડૂતોને પોહચાડવામાં આવી છે.
નેનો યુરિયા લિક્વિડ એ આત્મનિર્ભર ભારત અને ‘આત્મનિર્ભર કૃષિ સાથે સુમેળમાં વિકસિત છોડના પોષણ માટે અસરકારક અને કાર્યક્ષમ ઉકેલ છે.તે ઉચ્ચ પોષક તત્ત્વોના ઉપયોગની કાર્યક્ષમતા ધરાવે છે અને તેનો હેતુ જમીન, પાણી અને વાયુ ના પ્રદૂષણ ને ઘટાડવાનો છે
ખેડૂતોની આવકમાં નોંધપાત્ર વધારો થશે. લોજિસ્ટિક્સ અને વેરહાઉસિંગ ખર્ચમાં નોંધપાત્ર ઘટ કરશે. ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખી અને જમીનમાં નુકાશાન ના થાય માટે ઈફ્ફકો નેનો વિકસાવવામાં આવ્યું છે.
Recent Comments