ગુજરાત

IFFCO નું નેનો યુરિયા લિક્વિડ એક ક્રાંતિકારી ઉત્પાદ છે અને ટકાઉ ખેતી તરફનું એક પગલું – ઈફ્ફકો ચેરમેન સાંઘાણી

IFFCOના ચેરમેન દિલીપ સંઘાણીએ જણાવ્યું હતું કે ખેડૂતોની આવક વધારવાના ઉદ્દેશ્ય સાથે PM મોદીના આત્મનિર્ભર ભારત અને સહકાર સે સમૃદ્ધિના વિઝનને અનુરૂપ નેનો યુરિયા લિક્વિડ બનાવવામાં આવ્યું છે. ઇન્ડિયન ફાર્મર્સ ફર્ટિલાઇઝર કોઓપરેટિવ લિમિટેડ (IFFCO) એ ગયા વર્ષની શરૂઆતમાં વિશ્વનું પ્રથમ IFFCO નેનો યુરિયા (લિક્વિડ) રજૂ કર્યું હતું અને જે ફર્ટિલાઇઝર કંટ્રોલ ઓર્ડર (FCO, 1985) માં સામેલ છે. 
IFFCO નેનો યુરિયા (લિક્વિડ) એ ગુજરાતના કલોલમાં IFFCOs નેનો બાયોટેક્નોલોજી રિસર્ચ સેન્ટર (NBRC) ખાતે પેરેંટેડ ટેકનોલોજી દ્વારા સ્વદેશી રીતે વિકસાવવામાં આવ્યું છે. કલોલ ખાતે પ્રથમ IFFCO નેનો યુરિયા (લિક્વિડ) ઉત્પાદન એકમ 175 કરોડના રોકાણ સાથે બનાવવામાં આવ્યું છે અને હાલમાં પ્રતિદિન નેનો યુરિયાની 1.5 લાખ 500મિલી બોટલનું ઉત્પાદન કરવાની ક્ષમતા ધરાવે 

છે. IFFCO નું નેનો યુરિયા લિક્વિડ એક ક્રાંતિકારી ઉત્પાદ છે અને ટકાઉ ખેતી તરફનું એક પગલું છે.
ડૉ. યુ.એસ. અવસ્થીએ, MD IFFCOએ જણાવ્યું હતું કે નેનો યુરિયા પ્રવાહી પાકની પોષક ગુણવત્તા અને ઉત્પાદકતા વધારવા માટે ખૂબ જ અસરકારક હોવાનું જણાયું છે અને ભૂગર્ભ જળ અને પર્યાવરણની ગુણવત્તા પર ખૂબ જ સકારાત્મક અસર કરે છે અને પરિણામે વૈશ્વિક સ્તરે પ્રદૂષણમાં નોંધપાત્ર ઘટાડો થાય છે. તેમણે માહિતી આ હતી કે IFFCO નેનો યુરિયા લિક્વિડની 3.60 કરોડ બોટલ ઉત્પાદન કરવામાં આવ્યું છે જેમાંથી 2.50 કરોડનું વેચાણ થઈ ચુક્યું છે.

Follow Me:

Related Posts