fbpx
રાષ્ટ્રીય

IITગાંધીનગર ખાતે પહેલી ભારત-ઓસ્ટ્રેલિયા AIESCમીટિંગ યોજાઈ

ઓસ્ટ્રેલિયા-ભારત શિક્ષણ અને કૌશલ્ય પરિષદની (છૈંઈજીઝ્ર) પહેલી મીટિંગ આજે એટલે કે ૬ નવેમ્બર ૨૦૨૩ના રોજ યોજાઈ. પહેલી મીટિંગ ગુજરાતના ૈંૈં્‌ ગાંધીનગર ખાતે યોજાઈ. છૈંઈજીઝ્ર ઓસ્ટ્રેલિયા ભારત શિક્ષા પરિષદ બંને દેશ વચ્ચે શિક્ષણ અને ટ્રેનિંગને પ્રોત્સાહન આપવા માટે આયોજિત કરવામાં આવે છે. છૈંઈજીઝ્ર એ વર્ષ ૨૦૧૧માં સ્થાપિત દ્વિ-રાષ્ટ્રીય સંસ્થા છે. આ પ્લેટફોર્મનો વ્યાપ બંને દેશ વચ્ચે રાષ્ટ્રીય પ્રાથમિકતાઓને અનુરૂપ વધારવામાં આવ્યો, જેથી શિક્ષણની સાથે કૌશલ્ય પરિસ્થિતિ તંત્રમાં આંતરરાષ્ટ્રીયકરણ, દ્વિ-માર્ગી ગતિશીલતા અને સહયોગને પ્રોત્સાહન આપવા પર ધ્યાન કેન્દ્રિત કરી શકાય.. આ પહેલી વખત છે, જ્યારે શિક્ષણ અને કૌશલ્યને એક સંસ્થાકીય પ્લેટફોર્મ હેઠળ લાવવામાં આવી રહ્યુ છે.

તેના દ્વારા શિક્ષણ અને કૌશલ્યના ક્ષેત્રમાં પરસ્પર હિતના મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં સહકાર, ભાગીદારી અને તાલમેલને પ્રોત્સાહન આપશે તેવી અપેક્ષા છે. આ મીટીંગની અધ્યક્ષતા ભારત સરકારના શિક્ષણ મંત્રી અને કૌશલ્ય વિકાસ અને સાહસિકતા મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન, ઓસ્ટ્રેલિયાના શિક્ષણ મંત્રી જેસન ક્લેર અને ઓસ્ટ્રેલિયા સરકારના કૌશલ્ય અને તાલીમ મંત્રી બ્રેંડન ઓ’કોનોરની સંયુક્ત અધ્યક્ષતામાં યોજાઈ.. છૈંઈજીઝ્ર બેઠકનો ઉદ્દેશ્ય મહત્વપૂર્ણ વિષયોને ઓળખવા અને તેના માટે ટ્રેનિંગ આપવાનો છે. તેમાં ક્રિએટિવ લર્નિંગ સેન્ટર, ૈંૈં્‌ ગાંધીનગરની મુલાકાતનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ દરમિયાન સાધનોનું નિર્માણ, જી્‌ઈસ્ કલા, રમકડાં પર ધ્યાન કેન્દ્રિત કરતા વિચારોના પ્રસાર, વિજ્ઞાન કેન્દ્રોની સ્થાપના અને પ્રયોગશાળાના કાર્યના માધ્યમ દ્વારા વિદ્યાર્થીઓ અને શિક્ષકોમાં વૈજ્ઞાનિક સ્વભાવ અને સર્જનાત્મકતાને પ્રોત્સાહન આપવાનું કામ કરે છે.. બંને દેશોના મંત્રી પંડિત દીનદયાલ યુનિવર્સિટી અને વિદ્યા સમીક્ષા કેન્દ્રની પણ મુલાકાત કરશે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦ના લક્ષ્યોને પૂર્ણ કરવા માટે આ કરવામાં આવી રહ્યું છે. તે એક સંસ્થાકીય સેટઅપ છે જે શૈક્ષણિક અને બિન-શૈક્ષણિક પ્રવૃત્તિઓ માટે મુખ્ય સ્ટેકહોલ્ડર્સ દ્વારા ડેટા-આધારિત ર્નિણય લેવા અને કાર્યવાહીને વધારવા માટે સંકલિત કાર્ય કરશે.

Follow Me:

Related Posts