રાષ્ટ્રીય

તસવીર કથા – પ્રયાગરાજમાં આગમન સૂર્યનારાયણનું…

પ્રયાગરાજમાં આગમન સૂર્યનારાયણનું…ઈશ્વરિયા ગુરુવાર તા.૧૩-૨-૨૦૨૫( તસવીર કથા –  મૂકેશ પંડિત )ભારતવર્ષનાં મહાનતીર્થ સ્થાન પ્રયાગરાજમાં મહાકુંભમેળો ચાલી રહ્યો છે. ગંગા, યમુના અને ગુપ્ત સરસ્વતીનાં આસ્થાભર્યા સંગમક્ષેત્રમાં વહેલી સવારથી ભાવિકો સ્નાન લાભ લઈ રહ્યાં છે. આ વેળાએ પ્રયાગરાજમાં થાય છે, આગમન સૂર્યનારાયણનું… સર્વત્ર ભાવિક માનવીઓ ઉમટી રહ્યાં છે, તો સવારનાં પહોરથી જ પંખીડાઓ પણ તેમનું કર્મ શરૂ કરે છે. કુંભમેળાનાં આ પર્વે ફરજ પરનાં નાવિકો નદીનાં પટમાં સ્વચ્છતાની કાળજી રાખી, કચરો એકઠો કરે છે… વહેલી સવારે સૂરજદાદા માણવા જેવાં લાગે છે, પણ આપણે તો પરાણે પૂણ્ય મેળવી લેવાંની લ્હાયમાં ક્યાં પ્રકૃતિની પ્રસન્નતાને માણી શકીએ છીએ…!?

Follow Me:

Related Posts