ગુજરાત

સપ્તાહના અંતે મુસાફરોની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવેનો મહત્વનો નિર્ણય

પશ્ચિમ રેલવે દ્વારા નિરીક્ષણ અને સર્વે બાદ પ્રવાસીઓના ઘસારા ને ધ્યાનમાં રાખીને એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં શનિ – રવિવારની રજાઓમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ પ્રવાસીઓની સુવિધાને ધ્યાનમાં રાખી આગામી 30 અને 31 ઓગષ્ટ દરમ્યાન એકતાનગર – પ્રતાપનગર વચ્ચે એક તરફી વન-વે મેમુ સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.

જે અંતર્ગત આગામી ૩૦ ઓગષ્ટ શનિવાર અને ૩૧ ઓગષ્ટ રવિવારના રોજ એકતાનગર – પ્રતાપનગર વચ્ચે એક તરફી વન-વે મેમુ સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવશે. ટ્રેન નં. 09108 એકતાનગર – પ્રતાપનગર મેમુ સ્પેશિયલ ટ્રેનનું એકતાનગર ખાતે સાંજે  7:45 વાગ્યે આગમન થશે. જે ચાંદોદ ખાતે રાત્રે 8:10, ડભોઇ રાત્રે 8:30 અને પ્રતાપનગર ખાતે રાત્રે 9:10 વાગ્યે પહોંચશે. મુસાફરો આ સુવિધાનો  વધુ પ્રમાણમાં લાભ લે તેવી રેલવે વિભાગે અપીલ કરી છે.

Related Posts