જીએસટી કાઉન્સિલની બેઠકમાં લેવાયા મહત્વના ર્નિણયો
![](https://citywatchnews.com/wp-content/uploads/2024/12/2-48-1140x620.jpg)
ગિફટ વાઉચર પર લેવાતો ૧૨ ટકા ય્જી્ રદ કરવા ર્નિણય ગીફટ વાઉચર આપવામાં કોઇ વસ્તુનુ વેચાણ કરવામાં આવતુ નથી ગિફટ વાઉચર આપવામાં આવે તો તેના પર ૧૨ ટકા લેખે જીએસટીની વસુલાત કરવામાં આવતી હતી. પરંતુ હાલમાં મળેલી જીએસટી કાઉન્સિલની બેઠકમાં ગીફટ વાઉચર પર હવેથી જીએસટીની વસુલાત કરવામાં આવશે નહીં તેવો ર્નિણય લેવામાં આવ્યો છે. આ માટેનુ કારણ એવુ પણ છે કે ગીફટ વાઉચર આપવામાં કોઇ વસ્તુનુ વેચાણ કરવામાં આવતુ નથી. કે તેના થકી કોઇ સર્વિસ પણ લેવામાં આવતી નહીં હોવાના લીધે આ પ્રમાણેની રાહત આપવામાં આવી છે.
કોઇ પણ વસ્તુનુ વેચાણ કરવામાં આવ્યુ હોય અથવા તો કોઇ સર્વિસ લેવામાં આવી હોય તેવા કિસ્સામાં જીએસટીની વસુલાત કરવામાં આવતી હોય છે. જયારે ગીઉટ વાઉચરમાં સામેવાળા વ્યક્તિને વસ્તુ આપવાના બદલે તેને કોઇ વસ્તુ ખરીદવી હોય તો તેના માટે કેટલાક લોકો અથવા તો સંસ્થાઓ દ્વારા ગીફટ વાઉચર આપવામાં આવતા હોય છે. તેના પર ૧ર ટકા જીએસટીની વસુલાત કરવામાં આવતી હતી. આ નિયમ દુર કરવા માટે વખતો વખત રજુઆત પણ કરવામાં આવી હતી. તે રજુઆતને ધ્યાને રાખીને જીએસટી કાઉન્સિલની શનિવારે મળેલી બેઠકમાં ગીફટ વાઉચર પર વસૂલાત કરવામાં આવતા ૧ર ટકા જીએસટીના નિયમને દુર કરવાનુ નક્કી કરવામાં આવ્યુ છે. જાેકે તેનુ સત્તાવાર જાહેરનામું બહાર પાડવામાં આવ્યા બાદ જ તેનો અમલ કરવામાં આવશે. કારણ કે અનેક કિસ્સામાં જીએસટી કાઉન્સિલની બેઠકમાં જાહેરાત તો કરી દેવામાં આવે છે પરંતુ તે અંગેનું જાહેરનામું બહાર પાડવામાં આવતુ નથી. આ જાહેરનામું બહાર પાડવામાં બેથી ત્રણ મહિનાનો પણ સમય વિતી જતો હોય છે. જેથી જાહેરનામું બહાર પાડવામાં આવ્યા બાદ જ ગિફટ વાઉચર પર વસૂલાત કરવામાં આવતા ૧ર ટકાના જીએસટીના નિયમને દુર કરી દેવામાં આવશે.
Recent Comments