ભાવનગર

નારી સશક્તિકરણની દિશામાં રાજ્ય સરકારની મહત્વની પહેલ: મિલકત નોંધણીમાં મહિલાઓને સીધી આર્થિક રાહત

નારી સશક્તિકરણ એ માત્ર વિચાર નથી, પરંતુ સમાજના સર્વાંગી વિકાસ માટે અનિવાર્ય પ્રક્રિયા છે. મહિલાને
જ્યારે આર્થિક સુરક્ષા અને કાનૂની અધિકાર મળે છે, ત્યારે તે પરિવાર સાથે સમાજને પણ આગળ ધપાવે છે. આ
વિચારને સાકાર કરતી રાજ્ય સરકારની નારી કેન્દ્રિત નીતિ આજે ભાવનગર જિલ્લામાં સકારાત્મક પરિણામ આપી રહી
છે.
રાજ્ય સરકારની મહિલા કલ્યાણ કારી નીતિને કારણે મિલકતની માલિકીમાં મહિલાઓની ભાગીદારી વધતી
જાય છે. ભાવનગર જિલ્લામાં વર્ષ 2025 દરમિયાન દસ્તાવેજ નોંધણીમાં મિલકત લેનાર તરીકે મહિલા નામે થયેલા
દસ્તાવેજોમાં રાજ્ય સરકારની નીતિ મુજબ રજીસ્ટ્રેશન ફી માં માફી આપવામાં આવી છે. પરિણામે જિલ્લામાં કુલ
8,796 બહેનોને સીધો લાભ મળ્યો છે અને રૂ. 8 કરોડ 81 લાખ 90 હજાર 96 રૂપિયાની રજીસ્ટ્રેશન ફી માફ કરવામાં
આવી છે. આ આંકડા માત્ર સંખ્યા નથી, પરંતુ મહિલાઓના બદલાતા આર્થિક સ્થાનનું પ્રતીક છે.
આર્થિક રાહતથી સ્વાવલંબન તરફનું પગથિયું
મિલકત નોંધણી દરમિયાન લાગતી રજીસ્ટ્રેશન ફી ઘણી વખત મહિલાઓ માટે મોટો ભાર બની રહેતી હોય
છે. ફીમાં મળેલી આ છૂટથી બહેનોને નોંધપાત્ર આર્થિક રાહત મળી છે. આ સાથે જ મહિલાઓના નામે મિલકત
નોંધાવવાની બાબતને પ્રોત્સાહન મળ્યું છે, જેના કારણે તેમનું કાનૂની અને સામાજિક સ્થાન વધુ મજબૂત બન્યું છે.
રાજ્ય સરકારની નારી કેન્દ્રિત નીતિનું જીવંત ઉદાહરણ
રાજ્ય સરકાર દ્વારા અમલમાં મૂકાયેલી આ નારી કેન્દ્રિત પહેલ માત્ર યોજનાત્મક નથી, પરંતુ તેનો વાસ્તવિક
લાભ જમીન સ્તરે બહેનો સુધી પહોંચ્યો છે. મિલકત પર અધિકાર મળવાથી મહિલાઓમાં આત્મવિશ્વાસ વધ્યો છે અને
તેઓ પરિવાર તથા સમાજના નિર્ણયો લેવામાં વધુ સક્રિય બની રહી છે.
જ્યારે મહિલાને સંપત્તિમાં હક મળે છે, ત્યારે તેની શિક્ષણ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ જેવા મુદ્દાઓ પર
વધુ સકારાત્મક અસર પડે છે. આ પહેલથી ભાવનગર જિલ્લામાં નારી સશક્તિકરણની દિશામાં એક મજબૂત પાયો
ઊભો થયો છે.
આગળ વધતો સમાજ, સશક્ત બનતી નારી
ભાવનગર જિલ્લામાં મળેલી આ સિદ્ધિ એ દર્શાવે છે કે રાજ્ય સરકારની યોગ્ય નીતિ અને સંવેદનશીલ
અભિગમ દ્વારા નારી સશક્તિકરણને વાસ્તવિક રૂપ આપી શકાય છે.

“નારીને તક આપીએ, તો સમાજ આપમેળે આગળ વધે છે” – આ સૂત્રને સાકાર કરતી આ પહેલ ભાવિ
પેઢીઓ માટે પ્રેરણારૂપ બની રહેશે.

Related Posts