ગુજરાત

કેબિનેટ મંત્રી કુવરજી બાવળિયા ની રાજકોટમા મહત્વની બેઠક

ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી કુવરજી બાવળિયાએ રાજકોટ ખાતે એક મહત્વની બેઠકનું આયોજન કર્યુ હતું. કુંવરજી બાવળિયા સિંચાઈ મંત્રી છે, તેથી સિંચાઈ વિભાગને લઈને મહત્વની બેઠક યોજવામાં આવી છે. તેમા સૌની યોજનાની લિંક એક-ત્રણ અને ચારને લગતી બાબતોની ચર્ચા કરવામાં આવી છે.

સૌરાષ્ટ્રમાં જ્યાં-જ્યાં જરૂર છે ત્યાં પાણી પહોંચાડવા માટે લિંક દ્વારા સમીક્ષા પ્રક્રિયા પણ કરવમાં આવી છે. તળાવોને જાેડવા માટે ને પાણી પહોંચાડવા અંગે પણ ચર્ચા કરવામાં આવી છે. તેની સાથે આ લિંકદ્વારા સૌરાષ્ટ્રમાં જ્યાં-જ્યાં જરૂર છે ત્યાં પાણી પહોંચાડવા માટે લિંક દ્વારા સમીક્ષા કરવામાં આવે છે. તળાવોને જાેડવા માટે અને પાણી પહોંચાડવા માટે પણ ચર્ચા હાથ ધરવામાં આવી છે. તેની સાથે તેમણે જિલ્લા પંચાયત હસ્તકની સિંચાઇની યોજનાઓ અંગે પણ ચર્ચા કરી છે. લિંકના નવીનીકરણ અને રિપેરિંગ મુદ્દે ચર્ચા કરવામાં આવી છે. આ ઉપરાંત આ બેઠકમાં સિંચાઈ વિભાગના અધિકારીઓ અને ઇજનેરોને સાથે રાખીને બેઠકમાં વિગતવાર ચર્ચા કરવામાં આવી છે.

આમ આ બેઠકમાં સૌરાષ્ટ્રમાં જ્યાં પણ પાણી રહી જતું હોય તે સ્થળોનું મેપિંગ કરવામાં આવ્યુ છે. તેની સાથે તેને કેટલા સમયમાં પાણી પહોંચાડી શકાય તેની વિગતો તૈયાર કરવાની સૂચના આપવામા આવી છે. રાજ્યમાં આગામી વિધાનસભા ચૂંટણી ૨૦૨૭માં યોજાવવાની છે ત્યારે સૌરાષ્ટ્રમાં ક્યાંય પાણીની સમસ્યા ન હોય તેવો કુંવરજી બાવળિયાનો પ્રયાસ છે. આમ પીએમની નલ સે જલ તક યોજનાને પૂર્ણપણે સાર્થક કરવાનો હેતુ છે.

Follow Me:

Related Posts