ગુજરાત

ગુજરાતમાં પોલીસ ભરતીને લઈને મહત્ત્વના સમાચાર આવ્યા

રાજ્યમાં પોલીસ કોન્સ્ટેબલની લેખિત પરીક્ષાના કોલલેટર આજથી ડાઉનલોડ કરી શકાશે, ૧૫ જૂને લેવાશે પરીક્ષા
ગુજરાતમાં પોલીસ સબ-ઇન્સ્પેક્ટર અને પોલીસ કોન્સ્ટેબલની ૧૨૪૭૨ જગ્યા પર ભરતી પ્રક્રિયા શરૂ છે. જેમાં બિન હથિયારી પોલીસ સબ ઇન્સપેકટર (ઁજીૈં)ની ૪૭૨ જગ્યા માટે કુલ ૧,૦૨,૯૩૫ ઉમેદવારોએ ૧૩ એપ્રિલ, ૨૦૨૫ના રોજ લેખિત પરીક્ષા આપી હતી. જ્યારે હવે લોકરક્ષક કેડરની આગામી ૧૫ જૂન ૨૦૨૫ના રોજ લેખિત પરીક્ષા યોજાવાની છે, ત્યારે લોકરક્ષકની પરીક્ષાના કોલલેટર આજ શનિવારે (૭ જૂન) બપોરના ૧ વાગ્યાથી ડાઉનલોડ થવાના શરૂ થયા છે.
લોકરક્ષક કેડરની લેખિત પરીક્ષા આગામી ૧૫ તારીખે યોજાશે
રાજ્યમાં લોકરક્ષક સંવર્ગની બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, હથિયારી પો.કો., જેલ સિપાઈ, જીઇઁહ્લ સહિતની ૧૨૦૦૦ જેટલી જગ્યા પર ભરતી પ્રક્રિયા શરૂ છે, ત્યારે પોલીસ વિભાગ દ્વારા ભરતીની શારીરિક કસોટી પૂર્ણ કર્યા બાદ લોકરક્ષક કેડરની લેખિત પરીક્ષા આગામી ૧૫ તારીખે યોજાવાની છે. આ પરીક્ષા માટે કોલલેટર ર્ંત્નછજીની સત્તાવાર વેબસાઈટ ર્દ્ઘટ્ઠજ.ખ્તેદ્ઘટ્ઠટ્ઠિં.ર્ખ્તદૃ.ૈહ પરથી ડાઉનલોડ કરી શકાશે.
લોકરક્ષક કેડર સંવર્ગની ભરતીને લઈને ગુજરાતના ૧૫ કેન્દ્રો (ગ્રાઉન્ડ) ઉપર શારીરિક કસોટીનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા લોકરક્ષક કેડરની શારીરિક કસોટીમાં ઉતીર્ણ થયેલા ઉમેદવારોનું લીસ્ટ જાહેર કર્યું હતું. જેમાં ૧૨૦૦૦થી વધુ જગ્યા માટે ૨.૪૭ લાખથી વધુ મહિલા-પુરુષ ઉમેદવારોએ શારીરિક પરીક્ષા પાસ કરી હતી. લોકરક્ષક કેડરની શારીરિક કસોટીનું પરિણામ જાેવા માટે ઙ્મઙ્ઘિખ્તેદ્ઘટ્ઠટ્ઠિં૨૦૨૧.ૈહ અહીં ક્લિક કરો.
ગુજરાત પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડ દ્વારા રાજ્યમાં મોટાપાયે પોલીસ ભરતીની પ્રક્રિયા શરૂ છે. ત્યારે બિન હથિયારી પોલીસ સબ ઇન્સપેકટરની લેખિત પરીક્ષા યોજાયા બાદ હવે પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા ટૂંક સમયમાં લેવામાં આવશે.

Related Posts