રાજ્યમાં પોલીસ સબ-ઇન્સ્પેક્ટર અને પોલીસ કોન્સ્ટેબલની ૧૧૦૦૦થી વધુ જગ્યા પર ભરતી બહાર પાડવામાં આવી હતી. જેમાં બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર સંવર્ગમાં શારીરિક કસોટીમાં ઉતીર્ણ થયેલા ઉમેદવારોની યાદી જાહેર કરાય હતી, ત્યારે હવે ૧૩ એપ્રિલે યોજાનારી બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટરની લેખિત પરીક્ષાના કોલલેટર આગામી ૫ એપ્રિલથી OJS પરથી ડાઉનલોડ કરી શકાશે.
ગુજરાત પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડ દ્વારા થોડા સમય પહેલાં ઁજીૈંની શારીરિક કસોટીનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. જે કસોટી પૂર્ણ થતાં બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર સંવર્ગમાં શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલા ઉમેદવારોની વિગતો જાહેર કરી હતી. જેમાં બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટરની ૧૩ એપ્રિલ, ૨૦૨૫ના રોજ યોજાનારા પેપર-૧ અને પેપર-૨ની લેખિત પરીક્ષાના કોલલેટર આગામી ૦૫ એપ્રિલ, ૨૦૨૫ના રોજ બપોરના ૨ વાગ્યે ર્દ્ઘટ્ઠજ.ખ્તેદ્ઘટ્ઠટ્ઠિં.ર્ખ્તદૃ.ૈહ ઉપરથી ડાઉનલોડ કરી શકાશે.
ગુજરાત પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડ દ્વારા માહિતી આપવામાં આવી છે કે, ‘બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર સંવર્ગમાં શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલ ઉમેદવારોની લેખિત પરીક્ષા આગામી તારીખ ૧૩ એપ્રિલ ૨૦૨૫(રવિવાર)ના રોજ યોજાશે. પેપર-૧ (૩ કલાક) અને પેપર-૨(૩ કલાક)ની પરીક્ષા એક જ દિવસે લેવામાં આવશે. વધુ વિગતો ભરતી બોર્ડની વેબસાઇટ ઉપર જાેઈ લેવી.
ગુજરાત પોલીસ ભરતી બોર્ડની સત્તાવાર વેબસાઈટ ખ્તॅહ્વિ.ખ્તેદ્ઘટ્ઠટ્ઠિં.ર્ખ્તદૃ.ૈહ પર પરિણામ જાહેર કરાયું હતું. આ જ વેબસાઇટ પર લેખિત પરીક્ષા અંગેની પણ નોટિફિકેશન જાહેર કરાઈ છે.
ગુજરાતમાં પોલીસ ભરતીને લઈને મહત્ત્વના સમાચાર સામે આવ્યા


















Recent Comments