અમરેલી

એડવોકેટ સંદીપ પંડ્યા અને એચ. એલ. સોલંકીની મજબૂત દલીલોથી અમરેલી પોકસો કોર્ટનો મહત્વપૂર્ણ હુકમ

અમરેલીની ચોથા અધિક સત્ર તથા સ્પેશ્યલ પોકસો અદાલતે લાઠી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગંભીર ગુનાના કેસમાં આરોપીને નિયમિત જામીન પર મુક્ત કરવાનો મહત્વપૂર્ણ હુકમ કર્યો છે. આ કેસમાં બચાવ પક્ષ તરફથી એડવોકેટ સંદીપ પંડ્યા અને એડવોકેટ એચ. એલ. સોલંકી દ્વારા કરવામાં આવેલી મજબૂત, તર્કસંગત અને કાયદેસર દલીલોને અદાલતે માન્ય રાખી જામીન મંજૂર કર્યા છે.

લાઠી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી એફ.આઈ.આર. મુજબ આરોપી સામે IPC કલમ 363, 366 (અપહરણ), પોકસો એક્ટ કલમ 18 તથા એટ્રોસિટી એક્ટ કલમ 3(2)(5) જેવી ગંભીર કલમો લાગુ કરવામાં આવી હતી. ગંભીર આરોપોને લઈ રાજ્ય સરકાર તરફથી એમ. આર. ત્રિવેદી અરજીનો કડક વિરોધ કર્યો હતો.બચાવ પક્ષ તરફથી એડવોકેટ સંદીપ પંડ્યા પંડ્યા એ  અદાલતનું ધ્યાન કેસની હકીકતો તરફ દોર્યું હતું. તેમણે દલીલ કરી હતી કે ફરીયાદ નોંધવામાં વિલંબ થયો છે, ભોગ બનનારની ઉંમર બાબતે રેકોર્ડમાં વિરોધાભાસ છે, તપાસના તબક્કે આરોપીની વધુ કસ્ટડી જરૂરી નથી તેમજ આરોપી સ્થાનિક રહેવાસી છે અને કોઈ પૂર્વ ગુનાહિત ઇતિહાસ ધરાવતો નથી. સાથે જ ટ્રાયલ દરમિયાન હાજરી રહેશે તે બાબત પર પણ ભાર મૂકાયો હતો.અદાલતે બંને પક્ષોની દલીલો, તપાસ અધિકારીના દસ્તાવેજો અને કેસની પરિસ્થિતિઓનું અવલોકન કર્યા બાદ “બેલ નોટ જેલ”ના સિદ્ધાંતને લાગુ કરીને આરોપીને યોગ્ય શરતો સાથે નિયમિત જામીન પર મુક્ત કરવાનો હુકમ કર્યો.આ ચુકાદો પોકસો, એટ્રોસિટી અને અપહરણ જેવી ગંભીર કલમોના કેસમાં જામીન મંજૂર કરાવતા

 બચાવ પક્ષના એડવોકેટ સંદીપ પંડ્યા અને એચ. એલ. સોલંકીની અસરકારક કાનૂની કામગીરીની નોંધપાત્ર સફળતા તરીકે કાનૂની વર્તુળોમાં જોવામાં આવી રહ્યો છે.

Related Posts