ગુજરાત

સુરતથી આયાતી કોલસાની ચોરીનું રેકેટ ઝડપાયું, ૩ની ધરપકડ, ૪ વોન્ટેડ જાહેર કરાયા

ગુજરાતમાં પ્રતિબંધિતી પ્રવૃત્તિઓને અટકાવવા માટે સ્ટેટ મોનિટરીંગ સેલ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવે છે. સ્ટેટ મોનિટરીંગ સેલ દ્વારા આવી જ કડક કાર્યવાહી સુરતમાં હાથ ધરવામાં આવી છે. રાજ્યમાં પ્રથમ વખત આયાતી કોલસાની ચોરીનું રેકેટ ઝડપી પાડવામાં જીસ્ઝ્રને મોટી સફળતા મળી છે. જાે સમગ્ર ઘટનાની વાત કરીએ તો સ્ટેટ મોનિટરીંગ સેલે બાતમીના આધારે કામરેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી આયાતી કોલસાની ચોરીનું રેકેટ ઝડપી પાડ્યુ હતી. જીસ્ઝ્રએ અલગ અલગ ટીમે ત્રણ આરોપીની ધરપકડ કરી છે. જેમની પાસેથી ૫૯ ટન આયાતી અને ૮ ટન મિક્ષ કોલસો મળી આવ્યો છે. જ્યારે ૩૫ ટન વેસ્ટ કોલસોનો જથ્થો પણ હાથે લાગ્યો છે. આ ઉપરાંત બે ટ્રક અને રોકડા રૂપિયા એક કાર સહિતનો કુલ ૪૫ લાખનો મુદામાલ જપ્ત કર્યો છે. એટલુ જ નહીં ચાર લોકોને વોન્ટેડ પણ જાહેર કરવામાં આવ્યા છે. તેમજ કોલસો ક્યાંથી આવતો હતો. અને કેવી રીતે લાવવામાં આવતો હતો તે આરોપીઓની પુછપરછમાં વધુ ખુલાસો થશે.

Related Posts