અમરેલી

સાવરકુંડલા પ્રાંત કચેરી ખાતે યોજાયેલી સંકલન બેઠકમાં ધારાસભ્ય મહેશભાઈ કસવાળાએ ખેડૂતોની વ્યથા વર્ણવી

સાવરકુંડલા પ્રાંત કચેરી ખાતે યોજાયેલી સંકલન બેઠકમાં ધારાસભ્ય મહેશભાઈ કસવાળા ઉપસ્થિત રહીને વિવિધ વિભાગોના કાર્યરત વિકાસ કાર્યો, જાહેર કલ્યાણ યોજનાઓની અમલવારી તેમજ લોકહિતના પ્રશ્નો અંગે વિસ્તૃત ચર્ચા કરી.

આ તકે એમણે તાજેતરમાં કમોસમી વરસાદને કારણે અમરેલી જિલ્લાના ખેડૂતોના કૃષિ પાકને થયેલ અસહ્ય નુકસાન સંદર્ભે પણ અધિકારીઓ સાથે ચર્ચા કરી ખેડૂતોની વ્યથા વર્ણવી હતી 

જેનો મુખ્ય સૂર કંઈક આવો હતો. ખેડૂતની પીડા એ આપણી જવાબદારી છે. 

સાવરકુંડલા તાલુકા સંકલન બેઠકમાં માન. ધારાસભ્યશ્રી મહેશભાઈ કસવાલા દ્વારા હૃદયસ્પર્શી શબ્દોમાં અપીલ —

“ખેડૂત આજે ખૂબ મુશ્કેલીમાં છે… તેની આંખોમાં આશા છે કે સરકાર અને પ્રશાસન તેની બાજુએ ઊભું રહેશે. અધિકારી અને પદાધિકારીએ વિનમ્રતા પૂર્વક, ક્યારેક અપમાન સહન કરીને પણ તેમનું કાર્ય સમયસર પૂર્ણ કરવું એ આપણું માનવીય કર્તવ્ય છે.”

Related Posts