ગુજરાત હાઈકોર્ટે મહત્વના ચુકાદામાં સશસ્ત્ર સેનામાં ટેટૂ હોવાને કારણે ભરતી નકારવાના નિયમને પડકાર્યો
ગુજરાત હાઈકોર્ટે મહત્વના ચુકાદામાં સશસ્ત્ર સેનામાં ટેટૂ હોવાને કારણે ભરતી નકારવાના નિયમને પડકાર્યો છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે, માત્ર ટેટૂના નિશાનના આધારે ઉમેદવારને મેડિકલી અનફિટ જાહેર કરી શકાય નહીં. આ ચુકાદો એક એવા યુવાનની અરજી પર આવ્યો છે, જેણે સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરી હતી. પરંતુ તેના હાથ પર ટેટૂનું નિશાન હોવાના કારણે તેની ભરતી રોકી દેવામાં આવી હતી. યુવાને દાવો કર્યો હતો કે તેણે ટેટૂ કઢાવી નાખ્યું છે અને માત્ર નિશાન જ બાકી રહ્યું છે. જીંટ્ઠકક જીીઙ્મીષ્ઠંર્ૈહ ર્ઝ્રદ્બદ્બૈંંીી દ્વારા પ્રાથમિક કસોટીનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પરીક્ષાને ૨૮ વર્ષીય પરીક્ષાર્થીએ પાસ કરી હતી. જાે કે, પરીક્ષાર્થીનાં જમણા હાથમાં અગાઉ ્ટ્ઠંર્ંર્ હતું, જેને ખૂદ પરીક્ષાર્થી દ્વારા કઢાવી લેવામાં આવ્યું હતું. પરંતુ, આ ટેટૂનું નિશાન રહી જવાનાં કારણે પાસ થયા હોવા છતાં પણ સ્ટાફ સિલેક્શન કમિટીએ પરીક્ષાર્થીને મેડિકલી અનફીટ જાહેર કર્યો. ગુજરાત હાઈકોર્ટે સુનાવણી હાથ ધરી જીંટ્ઠકક જીીઙ્મીષ્ઠંર્ૈહ ર્ઝ્રદ્બદ્બૈંંીી ને મહત્ત્વનો આદેશ કર્યો છે. કોર્ટે કહ્યું કે, સશસ્ત્ર સેનામાં માત્ર ્ટ્ઠંર્ંર્ નિશાનનાં આધારે ભરતી માટે નકારી શકાય નહીં. આ સાથે કોર્ટે કમિટીને નોટિસ પણ ફટકારી છે અને એક સીટ ખાલી રાખવા માટે આદેશ કર્યો છે. જમણાં હાથમાં ્ટ્ઠંર્ંર્ હોય તો ભરતી માટે અયોગ્ય કરાર આપવામાં આવે છે. પરંતુ, ટેટૂ નીકળ્યા બાદ રહેલા નિશાનને ્ટ્ઠંર્ંર્ ગણી શકાય નહીં. ઉપરાંત ડાબા હાથ પર પાછળનાં ભાગમાં હાથની લંબાઈનાં ૧ ચતુર્થાંશ ભાગ જેટલું ટેટૂ હોય તો માન્યતા મળે છે. કોર્ટે આ મામલે સ્ટાફ સિલેક્શન કમિટીને નોટિસ ફટકારી છે અને એક બેઠક ખાલી રાખવાનો આદેશ કર્યો છે. કોર્ટનો આ ચુકાદો સશસ્ત્ર સેનામાં ભરતી થવા ઈચ્છતા યુવાનો માટે રાહતના સમાચાર છે. આ મામલે આગળની સુનાવણી ૧૦ ફેબ્રુઆરીના રોજ હાથ ધરાશે.
Recent Comments