બેટી બચાઓ બેટી પઢાઓ અન્વયે બેટી બચાઓ બેટી પઢાઓ અમરેલી સેલ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જરુરિયાતમંદ દીકરીઓને શૈક્ષણિક કિટ અને સેનેટરી પેડ આપવામાં આવે છે.
અમરેલી જિલ્લા કલેક્ટર શ્રી અજય દહિયાએ, માર્ગદર્શન આપતા કહ્યુ કે, કારકિર્દી ઘડતર માટે સતત અભ્યાસ અને નિશ્ચિત ધ્યેય જરુરી છે. જરુરિયાતમંદ દીકરીઓને શૈક્ષણિક કિટ અને સેનેટરી પેડ વિતરણ કરવામાં આવ્યું હતું.
જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી શૈલેષભાઈ કણઝારિયાએ શાબ્દિક અને પુષ્પગુચ્છથી સ્વાગત કર્યુ હતું. તેમણે બેટી બચાઓ બેટી પઢાઓ યોજના અન્વયે યોજાયેલા આ કાર્યક્રમની વિગતો આપી કાર્યક્રમની રુપરેખા આપી હતી. તેમણે જણાવ્યુ કે, જેમના માતા કે પિતા મૃત્યુ પામ્યા છે તેવી અમરેલી જિલ્લાની ૧૬૪ દીકરીઓને બેટી બચાઓ બેટી પઢાઓ અને પાલક માતા-પિતા યોજના અન્વયે મહાનુભાવો, પદાધિકારીશ્રીઓ-અધિકારીશ્રીઓ સહિતનાઓને હસ્તે શૈક્ષણિક કિટનું વિતરણ કરવામાં આવશે.
અમરેલી જિલ્લા સેવા સદન ખાતે યોજાયેલા કાર્યક્રમમાં, જિલ્લા મહિલા અને બાળ કચેરીના અધિકારીશ્રી, કર્મચારીશ્રીઓ, Dhew team અને બેટી બચાઓ બેટી પઢાઓ અને પાલક માતા-પિતા યોજના અન્વયે સહાય મેળવનાર દીકરીઓ સહિતના ઉપસ્થિત રહ્યા હતા, તેમ જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી શૈલેષભાઈ કણઝારિયાએ એક અખબારી યાદીમાં જણાવ્યું છે.
Recent Comments