સસ્તામાં ટિકિટ આપવાની લાલચ આપી સાયબર ગઠિયાઓ લોકો સાથે છેતરપિંડી આચરી રહ્યાં છે આગામી સમયમાં અમદાવાદમાં યોજાનાર કોલ્ડપ્લેના શોની ટિકિટને લઈ કાળા બજારી શરૂ થઈ ગઈ છે. તો સાથે સાયબર ગઠિયાઓ પણ નવી મોડસ ઓપરેન્ડી લઈને માર્કેટમાં આવી ગયા છે. સોશિયલ મીડિયા પેજ પર સ્પોન્સર એડ કરી સસ્તામાં ટિકિટ આપવાની લાલચ આપી સાયબર ગઠિયાઓ લોકો સાથે છેતરપિંડી આચરી રહ્યાં છે, જેનો ભોગ વડોદરાની વિદ્યાર્થિની બની છે. વિદ્યાર્થિનીએ કોલ્ડપ્લેના શોની ૬ ટિકિટ રૂપિયા ૩૧ હજારમાં ખરીદી હતી, જે ફેક નીકળી હતી. જાેકે, સમયસર સાયબર ક્રાઈમમાં ફરિયાદ કરતા ૨૪ હજારની રિકવરી થઈ હતી.
જાે તમે પણ આવા કોઈ સાયબર ફ્રોડનો ભોગ બનો છો તો એક કલાકમાં જ તાત્કાલીક સાયબર ક્રાઈમ હેલ્પલાઇન નંબર ૧૯૩૦ પર ફરિયાદ કરો જેથી તમારા ગયેલા નાણા પરત મળી શકે! આ અંગે સાઇબર એક્સપર્ટ મયુર ભુસાવળકરે જણાવ્યું હતું કે, હાલમાં જે કિસ્સો સામે આવ્યો તેમાં એવું હતુ કે, ભોગબનનારે એકસાથે છ ટિકિટ બુકિંગ કરી હતી. ખરેખરમાં આ કોન્સર્ટની એક યુઝર માત્ર ચાર ટિકિટ બુક કરી શકે છે. સાયબર અપરાધીએ એવી લાલચ આપી કે, અમે તમને છ ટિકિટ આપીશુ અને ૩૫૦૦ની ટિકિટને ૫૨૦૦માં ઓફર કરવામાં આવી હતી. જેમાં ભોગ બનનારે ૩૦,૯૯૯ રૂપિયા જેટલું પેમેન્ટ કર્યું. આ પેમેન્ટ લીધા પછી આ ઠગબાજાેએ એક ફેંક ટિકિટ કે જે એક ટેમ્પ્લેટ બનાવીને આ લોકોને મોકલવામાં આવી અને એ લોકોને એવું કહેવામાં આવ્યું કે, બાકીની ટિકિટ જે ફિઝિકલ ટિકિટ છે એ તમને અઠવાડિયા પહેલા તમને મળી જશે.
વધુમાં કહ્યુ કે, ભોગ બનનારે જ્યારે એ ટિકિટને વેરિફાઈ કરી ત્યારે આ પ્રકારનો આખો મુદ્દો સામે આવ્યો હતો. સૌપ્રથમ તો હું દિવ્યભાસ્કર ડિજિટલના માધ્યમથી જણાવવા માંગીશ કે, જ્યારે આવા કોઈ કોન્સર્ટ આવતાં હૉય છે, ત્યારે તેઓ ફેંક પેજ બનાવતા હૉય છે. ઘણા બધા એવા પ્લેટફોર્મ છે કે, જ્યાંથી તમને ટિકિટ મળતી હોય છે. તે લોકો જાહેરાત કરતા હોય છે અને તેના માધ્યમથી ટિકિટને પ્રસારિત કરતા હોય છે. આ અંગે ભોગ બનનાર વિદ્યાર્થિની સાથે ટેલિફોનિક વાતચીત કરતા તેણીએ જણાવ્યું હતું કે, કોલ્ડપ્લે શો માટે અમારાં મિત્રો સાથે જવાનું હતું, પરંતુ ટિકિટો સોલ્ડ આઉટ થઈ ગઈ હતી. ત્યારબાદ કેટલાક લોકો બ્લેકમાં ટિકિટ લે છે અને તે અંગેની માહિતી મળતા અમે ઈન્સ્ટાગ્રામમાં એક એડ દેખાય હતી, તેના માધ્યમથી અમે ટિકિટ ખરીદી માટે વાત કરી હતી.
વધુમાં કહ્યું કે, અમારે શરૂઆતમાં બે ટિકિટ લેવાની હતી. જે હાલમાં ૨૫૦૦થી ૩૫,૦૦૦ સુધીનો ભાવ છે, પરંતુ તેમાં અમે ૩,૫૦૦ વાળી ટિકિટ માટે કન્ફર્મ કર્યું હતું. બે ટિકિટ સાથે અન્ય ચાર ટિકિટ થશે તેવું કહી તેઓએ છ ટિકિટ આપવાની વાત કરી હતી. જેને લઇ ટિકિટના ૩૫૦૦ રૂપિયા સહિત વધુ રૂપિયા મળી ૩૦,૯૯૯ રૂપિયા આપ્યાં હતા. જેના માટે અલગ-અલગ ક્યુઆર કોડ દ્વારા પેમેન્ટ કરાવ્યું હતું. બાદમાં અમને તેઓએ ટિકિટ મોકલી હતી અને ફિઝિકલ ટિકિટ એક અઠવાડિયા પહેલા આપવાની વાત કરી હતી. વધુમાં કહ્યું કે, અમને ડાઉટ લાગતા અને અલગ-અલગ ક્યુઆર કોડ આવતા અમને છેતરપિંડી થઈ હોવાની શંકા થતાં જ ૧૯૩૦ પર સંપર્ક કર્યો હતો.
બાદમાં અમે ફરિયાદ નોંધાવી હતી. બાદમાં અમે ઠગબાજને ૧૫ ટિકિટની લાલચ આપી અને તેણે અલગ-અલગ પેમેન્ટ માટે ક્યુઆર કોડ મોકલ્યા હતા, તેના માધ્યમથી સાયબર ક્રાઇમની મદદ લઈ ૨૪,૦૦૦ રૂપિયાની રકમ અન્ય ખાતામાં બ્લૉક કરવી હતી. એટલે આ આખા કિસ્સામાં જેટલા વહેલા સાયબર ક્રાઇમનો સંપર્ક આપ કરી શકો તેટલી જલ્દી તમારું પેમેન્ટ રિકવર કરવાના ચાન્સ વધી જતા હોય છે. હાલમાં આવી થતી છેતરપિંડી અટકાવવા માટે સોશિયલ મીડિયા પર આવતી જાહેરાતો પર ખરાઈ કર્યા બાદ જ ટિકિટ ખરીદીનો આગ્રહ રાખવો જાેઈએ.સાયબર ગઠિયાની મોડસ ઓપરેન્ડી અંગે મયુર ભુસાવળકરે જણાવ્યું હતું કે, જ્યારે પણ કોઈ ઇવેન્ટ કે કોન્સર્ટ હોય છે ત્યારે તેની ટિકિટનું બે-અઢી મહિના પહેલા વેચાણ શરૂ થતું હોય છે.
ત્યારે સાયબર અપરાધીઓ ઈન્સ્ટાગ્રામ કે ફેસબુક જેવા પ્લેટફોર્મ થકી સ્પોન્સર સ્વરૂપે એડ રજૂ કરે છે. જ્યારે ટિકિટોની મારામારી હોય છે અને બધી જ ટિકિટો વેચાઈ જાય છે, ત્યારે આ તકનો લાભ લઈને સાઇબર અપરાધીઓ દ્વારા એક મોર્ડન ઓપરેન્ડી રચવામાં આવે છે. જે ટિકિટનો ભાવ ઓછો હોય છે, તેને વધારો કરીને તે વેચે છે. વધુમાં કહ્યું કે, તેઓ દ્વાર સ્પોન્સર્ડ એક એડ રજૂ કરવામાં આવે છે. ત્યારબાદ જ્યારે યુવાધન દ્વારા આવા કોલ્ડપ્લે જેવા શો માટે ક્રેઝી હોય છે, ત્યારે આ લોકો દ્વારા તે લોકોનો સંપર્ક કરે છે. જ્યારે ટિકિટની માંગણી કરવામાં આવે છે, ત્યારે સાયબર અપરાધી દ્વારા એવો જવાબ આપવામાં આવે છે કે, ટિકિટ સોના એક અઠવાડિયા પહેલા રિપ્લાય થશે. આ ટિકિટનું પેમેન્ટ તમારે અત્યારે કરવાનું છે. આ રીતે સાયબર અપરાધીઓ લોકોને માયાજાળમાં ફસાવે છે.
હું દિવ્ય ભાસ્કર ડિજિટલના માધ્યમથી કહેવા માગું છું કે, આ જ રીતે સાઈબર અપરાધીઓ દરેક કોન્સર્ટ પહેલા આવી મોડસ ઓપરેટી વાપરી લોકોને છેતરતા હોય છે. તે લોક લોકોને ટિકિટ મોકલતા નથી, ટિકિટના પૈસા લઈ લે છે અને બાદમાં યુઝરન ે બ્લોક કરી દે છે.લોકોએ ટ્રસ્ટ અને ખરાઈ કરેલ હોય તેવા સોર્સના માધ્યમથી ટિકિટ લેવાનો આગ્રહ રાખવો જાેઈએ. સ્પોન્સર તરીકે જાે કોઈ ટિકિટ વેચે છે, તો તે કાળા બજાર છે અને તે ધ્યાનમાં આવે તો તાત્કાલિક સાયબર ક્રાઇમનું ધ્યાન દોરવું જાેઈએ. તમે પોતે પણ તેનાથી સેફ રહી શકો છો અને બીજાને પણ બચાવી શકો છો. હાલમાં જે કિસ્સો સામે આવ્યો છે તેમાં ૨૪ હજાર રૂપિયા પરત આવ્યા છે, પરંતુ અન્ય પૈસા ગયા છે. અન્ય લોકો તેનો ભોગ ન બને તે માટે તેઓએ આ અંગેની ફરિયાદ કરી છે. વધુમાં કહ્યું કે, આવા કોન્સર્ટના નામેથી કોઈ જ્યારે કાળા બજારી કરે છે, તો તેમાં તમે ન ફસાવો. જ્યારે તમે ભોગ બન્યા છો ત્યારે તેના સ્ક્રીનશોટ અવશ્ય લઈ લેવા જાેઈએ. આ સાથે જ સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર ૧૯૩૦નો તાત્કાલીક સંપર્ક કરવો કે જે ગોલ્ડન અવર કહેવાય, એ એક કલાક દરમિયાન તે પૈસા રિકવર થવાના ચાન્સ વધારે હોય છે.
Recent Comments