fbpx
ગુજરાત

અમદાવાદમાં ખ્યાતિકાંડમાં ક્રાઈમ બ્રાંચે તપાસ માટે ડો. સંજય પટોળિયાના ૧૦ દિવસના રિમાન્ડ માગ્યા, પી.એમ.જે.એ.વાયનો સ્ટાફ પણ શંકાના દાયરામાં

ખ્યાતિ હોસ્પિટલમાં સર્જાયેલા કાંડ બાદ મુખ્ય ૩ ફરાર આરોપી પૈકી હોસ્પિટલના સ્થાપક તેમજ ૩૯ ટકાના ભાગીદાર ડો. સંજય પટોળિયાની ૨૪ દિવસ બાદ ગઈકાલે ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરી હતી. ડો. સંજય પટોળિયાએ આગોતરા જામીન માટે અરજી કરી હતી, જે કોર્ટે રદ કરતાં તે ક્રાઈમ બ્રાંચ સમક્ષ હાજર થયો હોવાની ચર્ચા છે. આજે ડો. સંજય પટોળિયાને ૧૦ દિવસના રિમાન્ડની માગ સાથે ક્રાઈમ બ્રાંચ દ્વારા અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે. ખ્યાતિ હોસ્પિટલના આરોપીએ પહેલા એક નાની કંપની ખોલી અને પછી એનું નામ બદલાવી બેરિયાટ્રિક્સ હોસ્પિટલ ખોલી, બાદમાં એમાં જૂના ભાગીદારોને છૂટા કરી નવા સહ આરોપી ડાયરેક્ટર જાેડી ખ્યાતિ હોસ્પિટલ ખોલવામાં આવી હતી. ૩૧ માર્ચ, ૨૦૨૨થી ૧૧ નવેમ્બર, ૨૦૨૪ સુધી ઁસ્ત્નછરૂ યોજના હેઠળ મફત સારવાર આપવામાં આવી, એનો લાભ લઈ જરૂર ના હોય તેનાં ઓપરેશન કરી નાખ્યાં હતા.

ઁસ્ત્નછરૂમાંથી કુલ ૧૬.૬૪ કરોડની રકમ મેળવાઈ છે. ખોટા કાગળિયા બનાવ્યા કે દર્દીને બ્લોકેજ ઓછું હોય તો પણ એને વધારે બતાવી, સર્જરી કરી ઁસ્ત્નછરૂનો લાભ લીધો. આ કેસમાં કુલ આઠ લોકો સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. આ કેસની તપાસ કરતી ક્રાઈમ બ્રાન્ચ દ્વારા અત્યારસુધીમાં ૬ આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે બે આરોપી હજુ પણ ભૂગર્ભમાં છે. ઝડપાયેલા આરોપીઓની તપાસ દરમિયાન આરોગ્ય વિભાગની પણ સંડોવણી હોવાની શક્યતા છે. ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ઁસ્ત્નછરૂમાં તપાસ કરવામાં આવી રહી છે, જ્યાં એક ડોક્ટર દ્વારા રોજ ૧૦૦ ફાઇલને મંજૂરી આપવામાં આવે છે. સોમવારના દિવસે સૌથી વધુ ઇમર્જન્સી નોંધાઈ છે

તો એ દિશામાં તપાસ કરવામાં આવી રહી છે, કારણ કે રવિવારે કેમ્પ યોજાતા હતા, ત્યારબાદ સોમવારે હોસ્પિટલમાં ઇમર્જન્સી વધુ આવતી હોવાનું તપાસમાં સામે આવ્યું છે. ઁસ્ત્નછરૂની તપાસ કરતાં સામે આવ્યું છે કે ઁસ્ત્નછરૂ યોજનામાં ૧૦ જેટલા ડોક્ટરની ટીમ બેસે છે, જેમાંથી એક ડોક્ટરના કોમ્પ્યુટર પર દિવસની ૧૦૦ ફાઈલ ક્લિયર કરવાની હોય છે. એક ફાઈલ ક્લિયર કરવા માટે વધુમાં વધુ પાંચ મિનિટનો જ સમય આપવામાં આવે છે. આ પાંચ મિનિટ દરમિયાન જે પણ સર્જરી હોય એનો રિપોર્ટ યોગ્ય રીતે તપાસવાનો હોય છે. પાંચ મિનિટ દરમિયાન જ ડોક્ટર દ્વારા ફાઇલને એપ્રૂવલ કે રિજેક્ટ ફરજિયાત આપવાનું હોય છે. પાંચ મિનિટ સુધીમાં ડોક્ટર એપ્રૂવલ ના આપે તો ફાઇલ ઓટોમેટિક રિજેક્ટ થઈ જાય છે. ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ ખોટા બ્લોકેજના કાગળિયા બનાવ્યા હતા. ઁસ્ત્નછરૂ માં ૭૦ ટકાથી વધુ બ્લોકેજ હોય તો જ લાભ મળે, આરોપીનો રોલ તપાસવાનો છે. ૩૯ ટકા શેર હોવાથી નાણાકીય બાબતોની પૂછપરછ કરવાની. ચાર ડિરેક્ટરમાંથી આ એક જ ડોક્ટર, જે મેડિકલનું જ્ઞાન ધરાવે છે, જેથી સાથે રાખી ઝીણવટપૂર્વક તપાસની જરૂર વર્તાય છે. રેલવે અને ર્ંદ્ગય્ઝ્રના કર્મચારીઓનાં પણ ખ્યાતિમાં ઓપરેશન થયાં હતા, તેની તપાસ પણ તપાસ થશે. કોની મદદથી આરોપી ભાગતો-ફરતો હતો ? ક્રાઈમ બ્રાંચે આગળની તપાસ ચલાવી રહી છે.

Follow Me:

Related Posts