અમદાવાદમાં સ્કૂલ દ્વારા સ્પોર્ટ્સ ફીના નામે એકાએક ૬૮૦૦ રૂપિયાનો વધારો ઝીંકી દેવાતા વાલીઓમાં રોષ ફેલાયો
અમદાવાદમાં ગોદરેજ ગાર્ડન સિટીમાં આવેલી ગ્લોબલ ઈન્ટરનેશનલ સ્કૂલ દ્વારા નિયમોનો ઉલાળિયો કરી એકાએક ૬૮૦૦ રૂપિયાનો ફી વધારો કરી દેવાયો છે. ચાલુ સત્રએ એકાએક સ્પોર્ટ્સ ફીના નામે ૬૮૦૦ રૂપિયાનો ફી વધારો ઝીંકી દેવાતા વાલીઓ રોષે ભરાયા. ફી વધારા અંગે રજૂઆત કરવા માટે વાલીઓ શાળાએ પહોંચ્યા હતા. ત્યા પણ શાળા દ્વારા દાદાગીરી અને મનમાની કરવામાં આવી. વાલીઓને કલાકો સુધી રાહ જાેવડાવ્યા બાદ પણ પ્રિન્સીપાલ મળ્યા ન હતા. જેના પગલે વાલીઓએ શાળામાં હોબાળો કર્યો હતો. વાલીઓનું કહેવુ છે કે હ્લઇઝ્રના નિયમ અનુસાર શાળા ફરજિયાતપણે સ્પોર્ટ્સ ફી લઈ ન શકે. છતા દિવાળી બાદ શરૂ થયેલા શૈક્ષણિક સત્રથી વાલીઓ પાસેથી સ્પોર્ટ્સ ફી માગવામાં આવી રહી છે. શાળા દ્વારા વાલીઓને અગાઉ જાણ કર્યા વિના કે કોઈ જ ચર્ચા કર્યા વિના ડાયરેક્ટ ફી વધારો કરી દેવાયો છે અને ફી વધારા સાથેનો ઈનવોઈસ પણ વાલીઓને મેઈલ થ્રુ મોકલી દેવાયો છે. જે સીધી રીતે એવુ દર્શાવે છે કે શાળા વાલીઓને જાણ કરવાનું પણ જરૂરી નથી સમજતી અને સીધેસીધો ફી વધારો વાલીઓ પર થોપી દેવામાં આવ્યો છે. અડધા સત્રએથી ફી વધારો ઝીંકી લાચાર વાલીઓની મજબુરીનો ગેરલાભ લેતી શાળાના આ જક્કી વલણ સામે શું હ્લઇઝ્ર કોઈ નક્કર પગલા લેશે કે કેમ તે મોટો સવાલ છે.
ઘણા વાલીઓ શું કહ્યું તે વિષે જણાવીએ, વાલીઓનુ કહેવુ છે શાળા દ્વારા મનસ્વી રીતે સ્પોર્ટસના નામે ફી વધારો કરાયો છે, હ્લઇઝ્ર એ નક્કી કરેલી ફી કરતા પણ વધુ ફી વસુલવામાં આવી રહી છે. આ જ તમામ બાબતો અંગે ચર્ચા કરવા માટે વાલીઓ સવારથી શાળાએ પહોંચ્યા છે પરંતુ શાળાના એડમિનિસ્ટ્રેટિવ સ્ટાફનો એકપણ વ્યક્તિ વાલીઓ સાથે વાત કરવા માટે તૈયાર નથી. શાળાના જક્કી વલણ અંગે એક વાલી જણાવે છે કે જાે ફી ભરવામાં એક દિવસ પણ મોડુ થાય તો તાત્કાલિક ધોરણે પ્રતિ મહિને ૩ ટકાના લેખે લેટ ફી ચાર્જ વસુલવામાં આવે છે. એડવાન્સમાં ફી વસુલાતી હોવા છતા લેટ ફીનો ચાર્જ લગાવવામાં આવે છે. વાલીઓની અન્ય એક ફરિયાદ એવી પણ છે કે શાળા દ્વારા જાણી જાેઈને ગુજરાતના મોટા તહેવારોના સમયે જ અલગ અલગ પ્રકારની એક્ઝામ કન્ડક્ટ કરવામાં આવે છે અને જ્યારે કોઈ જ વિશેષ તહેવારો ન હોય એવા સમયે શાળા દ્વારા લાંબી રજાઓ આપવામાં આવે છે. વાલીઓ જણાવે છે કે શાળા દ્વારા ઓનલાઈન પોર્ટલમાં ૬૮૦૦ રૂપિયાનો ફી વધારો સૂચિત કરાયો છે. ફી અંગે વારંવાર રજૂઆત કરવા છતા કોઈ જ શાળાનો સ્ટાફ ચર્ચા કરવા માટે તૈયાર નથી. પરંતુ શાળા દ્વારા સતત ત્રણ કલાકથી વાલીઓને ટાળી રહ્યા છે. ૧૦૦ થી વધુ વાલીઓ શાળાએ રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા પરંતુ કલાકો સુધી વાલીઓને રાહ જાેવડાવ્યા બાદ પણ કોઈ મળવા સુધ્ધા તૈયાર નથી.
Recent Comments