અમરેલી નગર પાલિકા વિસ્તારમાં કુંભારવાડા આંગણવાડી પાસે ડ્રેનેજ ગટરનું RCC પાઈપ કામ ચાલુ છે જે કામ એજન્સી કરી રહી છે તે એસ્ટીમેટ મુજબ કરી રહી નથી જેમાં કોઈ નીચે RCC પાઈપ નાખવા પહેલા લેવલ અને RCC કરવાનું હોય તે કરવામાં આવી રહ્યું નથી અને આ સાથે એસ્ટીમેટ અને ચાલુ કામના ફોટોગ્રાફ સાથે જોડેલ છે જેથી નબળા કામના કારણે ભવિષ્યમાં પાણીનો નિકાલ થશે નહીં અને ગટર ઊભરાશે, જેથી નગરપાલિકા કામ કરવા પૂરતા પૈસા આપે છે તેમ છતાં એજન્સી અને ડીઝાઇન પોઈન્ટ અમરેલીના કર્મચારીના દેખરેખ વગર કામ ચાલુ છે જેથી આ કામ ખૂબ ભ્રષ્ટાચાર કરી રહ્યા છે, જેથી આ કામની તપાસ આપ સાહેબ પાસે કરાવવા વિનંતી અને તપાસ સમયે અમોને સાથે રાખવામાં આવે એવી અમારી માંગણી છે. જેથી આ કામની તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી અમરેલી ચીફ ઓફિસર ને પેમેન્ટ ન કરવા સૂચના આપવામાં આવે એવી આપ સાહેબને વિનંતી સહ ભલામણ છે.
અમરેલી શહેરમાં કુંભારવાડા આંગણવાડી પાસે ડ્રેનેજ ગટર RCC પાઈપનું કામ એસ્ટીમેટ મુજબ નહી કરવા બાબત રજૂઆત કરતા : નગરપાલિકા વિરોધપક્ષના નેતા

Recent Comments