સામખિયાળી-માળિયા હાઇવે પાસે અકસ્માતની ઘટનામાં એક સાથે ૭ વાહનો ટકરાયા અને વડોદરા માં વિદ્યાર્થી ને અકસ્માત નડ્યો

ગુજરાતમાં બે અલગ-અલગ અકસ્માતની ઘટના બની છે જેમાં કચ્છના સામખિયાળી-માળિયા હાઇવે પાસે અકસ્માત નો બનાવ બન્યો છે. આ અકસ્માતમાં એક સાથે ૭ વાહનો એક બીજા સાથે ટકરાયા હતા. જેમાં એક વ્યક્તિનું ગંભીર ઇજાઓના કારણે ઘટના સ્થળે મૃત્યુ નિપજ્યું હતું.
હાઇવે પર વહેલી સવારના ગંભીર અકસ્માતમાં એકસાથે ૭ વાહનો એકબીજા સાથે ટકરાયા હતા જેમાં ટ્રક, ટેમ્પો, બસ સહિત નાના વાહનોનો સમાવેશ થાય છે જેના કારણે હાઇવે પર ટ્રાફિકજામ સજાર્યાે હતો. આ ઉપરાંત અકસ્માતમાં અન્ય લોકોને નાની મોટી ઇજાઓ પહોંચી હતી.
અને ડોદરાના ગોરવા મધુનગર બ્રિજ ઉપર કરચિયા ગામનો થી અભ્યાસ માટે બાઈક પર જઇ રહેલા વિદ્યાર્થી ને અકસ્માત નડ્યો હતો અને તેને ઘંભિર ઈજા થતાં તેનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું. વિદ્યાર્થીનું બાઈક સ્લીપ થયું કે કોઈએ ટક્કર મારી તેની તપાસ વડોદરા પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી છે.
Recent Comments