fbpx
ગુજરાત

ભરૂચ દુષ્કર્મ કેસ મામલે, નરાધામ આરોપી વિજય પાસવાનનો પોટેન્સી ટેસ્ટ અને છાતી પર મર્દ ટેટૂનો ખુલાસો

દુષ્કર્મના નરાધામ આરોપીને મેડિકલ પોટેન્સી ટેસ્ટ માટે સુરત હોસ્પિટલ લઈ જવામાં આવ્યો, પોટેન્સી ટેસ્ટ કરવાથી ખૂલશે રાજ, આરોપીની છાતી પર ‘મર્દ’ લખેલુ ટેટુ ગત ૧૬ ડિસેમ્બરે ભરૂચના ઝઘડિયામાં ૧૦ વર્ષની બાળકી સાથે દુષ્કર્મની ઘટના બની હતી. આ બાળકીનું વડોદરાની સયાજી હોસ્પિટલમાં ૧૮૦ કલાક બાદ મોત થયું હતું. આ ઘટનાએ સમગ્ર રાજ્યમાં ભારે ખળભળાટ મચાવ્યો હતો. ભરૂચમાં ૧૦ વર્ષની બાળકી સાથે થયેલા દુષ્કર્મના ચોંકાવનારા બનાવમાં નવો વળાંક આવ્યો છે. આરોપી વિજય પાસવાનનો આજે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં પોટેન્સી ટેસ્ટ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન આરોપીની છાતી પર ‘મર્દ’ લખેલું ટેટૂ મળ્યું હતું.

કોઈ વ્યક્તિ નપુંસક છે કે નહીં એ ખાસ પ્રકારના ટેસ્ટ દ્વારા જાણી શકાય છે. આ ટેસ્ટને પોટેન્સી ટેસ્ટ કહેવામાં આવે છે. ઘણી વખત બળાત્કારના આરોપીઓ પોતાને નપુંસક હોવાનો દાવો કરીને છટકી જવાનો પ્રયાસ કરતાં હોય છે. પરંતુ આવી સ્થિતિમાં કોર્ટના આદેશ પર પોલીસ આરોપીનો પોટેન્સી ટેસ્ટ કરાવે છે. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, આરોપીના અન્ય કેટલાક ટેસ્ટ અંકલેશ્વર ખાતે થઈ શકે એમ ન હોવાથી તેને સુરત લાવવામાં આવ્યો હતો. પોટેન્સી ટેસ્ટ દરમિયાન આરોપીના સ્પર્મનો નમૂનો લેવામાં આવ્યો હતો. આ ટેસ્ટના પરિણામો મેડિકલ તપાસમાં મળેલા પુરાવા સાથે મળે છે કે કેમ તે પણ ચકાસવામાં આવશે. આરોપીની છાતી પર મળેલું ‘મર્દ’ ટેટૂ આ કેસમાં નવો વળાંક લઈ આવ્યો છે. પોલીસ આ ટેટૂના મહત્વ અને તેની પાછળના કારણોની તપાસ કરી રહી છે. પોલીસ આ મામલે આરોપી વિજય પાસવાનને ઝડપી લઈ તેની સામે કડક કાર્યવાહી કરી રહી છે. પોલીસે આરોપી વિરુદ્ધ દુષ્કર્મ અને હત્યા સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.

Follow Me:

Related Posts