ભાવનગર શહેરી વિસ્તારમાં કૃષિ અને ખેડૂત કલ્યાણ, સહકાર વિભાગના કેબિનેટ મંત્રી શ્રી જીતુભાઈ
વાઘાણીએ SJMMSVY ગ્રાંટ અંતર્ગત રૂ.૩૦ લાખના ખર્ચે વડવા ‘બ’ વોર્ડમાં બોડેશ્વર મહાદેવના ઐતિહાસિક મંદિર
માટે કમ્પાઉન્ડ વોલનું નિર્માણ, રૂ.52 લાખના ખર્ચે ગૌતમેશ્વર સોસાયટીમાં RCC રોડ સહિત અન્ય વિકાસ કાર્યો તેમજ
રૂ. ૪.૭૭ કરોડના ખર્ચે ચિત્રા-ફુલસર-નારી વોર્ડમાં રમત-ગમત ઉદ્યાનનું ખાતમુહૂર્ત કર્યું હતું.
ચિત્રા-ફુલસર-નારી વોર્ડમાં નિર્માણ થનાર રમત-ગમત ઉદ્યાનમાં વૉકીંગ ટ્રેક, ઓપનજીમ, સ્કેટિંગ ટ્રેક, પ્લે
એરિયાની સુવિધા, વિવિધ રમતોની સુવિધા માટે રમત-ગમત ઉદ્યાન સહિતની અત્યાધુનિક સુવિધાથી સજજ હશે,
આમ આ ઉદ્યાન ચિત્રા-ફુલસર-નારી વોર્ડના લોકો માટે તો ખરું જ પરંતુ સમગ્ર ભાવનગર શહેરીજનો માટે પણ એક
નજરાણું બની રહેશે.
આ પ્રસંગે કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી અને મુખ્યમંત્રી શ્રી
ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્યનો સર્વાંગી વિકાસ થયો છે. તેમણે કહ્યું કે, ભાવનગરમાં અનેક વિકાસકાર્યો થયાં
છે, જેના પરિણામે ભાવનગર આજે રળિયામણું અને હરિયાળું બન્યું છે અને જનસુખાકારીમાં પણ વધારો થયો છે.
રાજ્ય સરકારની સીધી ગ્રાન્ટથી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ વધુ મજબૂત બની હોવાનું તેમણે જણાવ્યું હતું.
આ વેળાએ મેયરશ્રી ભરતભાઈ બારડ, કમિશનર શ્રી એન. કે. મીણા, ડેપ્યુટી મેયર શ્રી મોનાબેન પારેખ,
સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી રાજુભાઇ રાબડીયા, પૂર્વ મેયરશ્રી કિર્તીબેન દાણીધારીયા, બાંધકામ સમિતિના ચેરમેનશ્રી
ભાવેશભાઈ મોદી, વોર્ડ પ્રમુખ શ્રી શક્તિસિંહ ગોહિલ, શ્રી ઉષાબેન, શ્રી અશોકભાઈ બારૈયા, શ્રી ભાવેશભાઈ, શ્રી
નરેશભાઈ સોલંકી, શ્રી મુકેશભાઈ ચૌહાણ સહિત મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યાં હતા.


















Recent Comments