ગ્રભારતના રાષ્ટ્રગીત “વંદે માતરમ”ના નિર્માણને ૧૫૦ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે સમગ્ર રાજ્યમાં ભવ્ય સમૂહગાન
યોજવાનો નિર્ણય કર્યો છે. જેના ઉપલક્ષ્યમાં આજે ભાવનગર કલેકટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા વિકાસ
અધિકારી શ્રી હનુલ ચૌધરી, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી રીનાબેન ચૌધરી સહિતના ઉચ્ચ અધિકારીઓ-
કર્મચારીઓએ રાષ્ટ્રગીત “વંદે માતરમ્”ના મૂળ સ્વરૂપનું સમૂહગાન કરવાની સાથે સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ કરવાં
તથા અન્યને આ બાબતે પ્રોત્સાહિત કરવાંના શપથ ગ્રહણ કર્યા હતાં.
ભાવનગર મહાનગરપાલિકા ખાતે મેયર શ્રી ભરતભાઈ બારડ, જિલ્લા પંચાયત ખાતે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી
રૈયાબેન મીયાણીએ રાષ્ટ્રગીત “વંદે માતરમ્”ના મૂળ સ્વરૂપનું સમૂહગાન કરવાની સાથે સ્વદેશીના શપથ લીધાં હતાં.
આ ઉપરાંત જિલ્લાની તમામ નગરપાલિકાઓ, પોલીસ અધિક્ષકશ્રીની કચેરી, તમામ પ્રાંત કચેરીઓ, તમામ
મામલતદાર કચેરીઓ સહિત તમામ સરકારી કચેરીઓમાં પણ “વંદે માતરમ્”ના મૂળ સ્વરૂપનું સમૂહગાન સાથે
સ્વદેશીના શપથ ગ્રહણ કરવામાં આવ્યાં હતાં.
હણ કર્યા



















Recent Comments