fbpx
અમરેલી

રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ ઉજવણી અન્વયેઅમરેલી વાહન વ્યવહાર કચેરી દ્વારા તા.૧૦મીએટ્રાન્સપોર્ટ વાહનોના ડ્રાઇવર્સ માટે હેલ્થ ચેક અપ કાર્યક્રમનું આયોજન

અમરેલી તા.૯ જાન્યુઆરી, ૨૦૨૫ (ગુરુવાર) અમરેલી વાહન વ્યવહાર કચેરી દ્વારા તા.૩૧ જાન્યુઆરી,૨૦૨૫ દરમિયાન રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ – નેશનલ રોડ સેફ્ટી મંથ-૨૦૨૫ ની ઉજવણીનું આયોજન છે. આ કાર્યક્રમ અન્વયે તમામ ટ્રાન્સપોર્ટ વાહનોના ડ્રાઇવર્સ માટે આંખ, કાન, શુગર, બ્લડ પ્રેશર જેવી બિમારીઓના નિદાન માટે હેલ્થ ચેક અપ કાર્યક્રમ યોજાશે. તા.૧૦ જાન્યુઆરી, ૨૦૨૫ ને શુક્રવારના રોજ સવારે ૯ થી બપોરે ૧૨ વાગ્યા સુધી અમરેલી સ્થિત લાઠી બાયપાસ રોડ પરની ચોકડી ખાતે આવેલા અમર ટ્રેકટર ખાતે યોજવામાં આવનાર આ હેલ્થ ચેક અપ કેમ્પમાં અમરેલી જિલ્લાની મોટરીંગ પબ્લિકને તેનો લાભ લેવા અમરેલી જિલ્લા સહાયક પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારીશ્રીએ એક અખબારી યાદીમાં અનુરોધ કર્યો છે.

Follow Me:

Related Posts