રાજય ચૂંટણી આયોગ દ્વારા સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓની સામાન્ય/પેટા ચૂંટણીઓ-૨૦ર૬નો ચૂંટણીનો કાર્યક્રમ જાહેર
થયેલ છે. જે અનુસાર ભાવનગર જિલ્લાની ભાવનગર મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી, મહુવા, પાલિતાણા અને વલ્લભીપુર
નગરપાલિકાની સામાન્ય ચૂંટણી, ભાવનગર જિલ્લા પંચાયતની સામાન્ય ચૂંટણી તેમજ ભાવનગર(ગ્રામ્ય), ઘોઘા, શિહોર,
વલ્લભીપુર, ઉમરાળા, મહુવા, પાલીતાણા, તળાજા, ગારીયાઘાર, જેસર તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી યોજાનાર છે.
ચૂંટણી સંદર્ભે ઉમેદવારો તરફથી સભા/સરઘસનું આયોજન થતુ હોય છે. સભા/સરઘસ માટે ભાવનગર શહેર, શિહોર,
પાલીતાણા, તળાજા, મહુવા તાલુકાના વિસ્તાર માટે કે જયાં સબ ડીવીઝનલ મેજિસ્ટ્રેટશ્રીની કચેરીનું હેડકવાર્ટર આવેલ છે તે
વિસ્તારમાં સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટશ્રીની અને તે સિવાયના તાલુકાના વિસ્તાર માટે સંબંધિત મામલતદારશ્રી પાસેથી મંજુરી
મેળવવાની રહેશે. જ્યારે લાઉડસ્પીકર વગાડવા માટે સબંધિત પોલીસ સ્ટેશનની મંજુરી લેવાની રહેશે. સક્ષમ અધિકારીશ્રી
સભા/સરઘસ માટે રજુ થતી અરજીનું પ્રાયોરીટી મુજબ રજીસ્ટર તૈયાર કરશે. રજૂ થયેલ અરજીની નિયમોની જોગવાઈ હેઠળ
તપાસણી કરી પ્રાયોરીટી મુજબ મંજુરી આપવાની રહેશે. જેની જાણ સબંધિત ચુંટણી અધિકારીશ્રીને કરવાની રહેશે. ચુંટણી
અધિકારીશ્રીઓએ આવા તમામ કાર્યક્રમોની આરંભથી અંત સુધી અચૂકપણે નિયમોનુસારની વિડીયોગ્રાફી કરવાની રહેશે તેમ
જિલ્લા મેજિસ્ટ્રેટની અખબારી યાદીમાં જણાવાયું છે.
સ્થાનિક સ્વરાજયની ચૂંટણી સંદર્ભે ઉમેદવારો તરફથી સભા/સરઘસ તેમજ લાઉડસ્પીકર વગાડવા અંગેની મંજૂરી લેવાની રહેશે











Recent Comments