દામનગર માં પરમ ઉપકારી શૈયાદાન મહાદાનના પ્રણેતા શતાધિક ઉપાશ્રય નિર્માણ પ્રેરક પૂ. ગુરુદેવ શ્રી ધીરજમુનિ મ.સા.આજે આગમન

દામનગર ના આંગણે પધારો. પધારો દામનગર માં શૈયાદાન મહાદાનના પ્રણેતા શતાધિક ઉપાશ્રય નિર્માણ પ્રેરક પૂ. ગુરુદેવ શ્રી ધીરજમુનિ મ.સા.આજે આગમન સુસ્વાગતમ્.. સુસ્વાગતમ્…પરમશ્રદ્ધેય, પરમઉપકારી પૂ. શ્રી ધીરગુરુદેવનું દામનગર મધ્યે મંગલ પદાર્પણ.શૈયાદાન મહાદાનના પ્રણેતા શતાધિક ઉપાશ્રય નિર્માણ પ્રેરકપૂ. ગુરુદેવ શ્રી ધીરજમુનિ મ.સા.દામનગર શ્રી સંઘમાં તા. ૫ માર્ચ, ૨૦૨૫ ને બુધવારે, સવારે ૮-૦૦ કલાકે પાવન પધરામણી કરશે.સર્વે ભાવિકજનોને ૭-૪૫ કલાકે ભૂરખીયા ચોકડી સામૈયા માટે હાજર રહેવા વિનંતિ.સંતોના પગલા, પુણ્યના ઢગલા..સાથે સરળ સ્વભાવી પૂ. તારાજી મ.સ.ના સુશિષ્યા પૂ. ગુણીજી મ.સ. એવમ્ પૂ. લીનાજી મ.સ.પધારશે.પૂ. ગુરુદેવ શ્રીના મુખેથી જિનવાણી શ્રવણનો લાભ સવારે : ૯-૩૦ થી ૧૦-૩૦ કલાકે ત્યારબાદ સકલ સંઘનું સ્વામી વાત્સલ્યનું આયોજન છે.સ્થળ જૈન મહાજનવાડી, દામનગર માતુશ્રી હંસાલક્ષ્મી જયંતિલાલ બગડીયાહ. કેતન જયંતિલાલ બગડીયા, સ્નેહલ જયંતિલાલ બગડીયા સર્વે ભાવિકોને બહોળી સંખ્યામાં લાભ લેવા વિનંતિ
Recent Comments