ગુજરાત

ડીગુચા કેસમાં, ઈડ્ઢના ૮ સ્થળ પર દરોડા, ૧૯ લાખ જેટલી રોકડ રકમ જપ્ત કરી

ડીગુચા કેસમાં વધુ એકવાર ઈડ્ઢએ સપાટો બોલાવ્યો છે. ઈડ્ઢ માનવ તસ્કરી કેસમાં દરોડા પાડી વાંધાજનક દસ્તાવેજાે સહિત રોકડ રકમ જપ્ત કરી ડીગુચા કેસ માં વધુ એકવાર ઈડ્ઢએ સપાટો બોલાવ્યો છે. ઈડ્ઢ માનવ તસ્કરી કેસમાં દરોડા પાડી વાંધાજનક દસ્તાવેજાે સહિત રોકડ રકમ જપ્ત કરી. ઈડ્ઢએ મુંબઈ, નાગપુર, ગાંધીનગર અને વડોદરા એમ ૮ સ્થળો પર દરોડા પાડી ૧૯ લાખની રકમ જપ્ત કરી. અમેરિકામાં ઘૂસવા જતા ડિંગુચા પરિવારના ચાર સભ્યોના મોત થવાના મામલે તપાસ તેજ કરવામાં આવી છે. ડીંગુચા પરીવારના ૪ સભ્યો ૨૦૨૨માં અમેરીકામાં ઘૂસ્યા હતા.

એજન્ટ દ્વારા ગેરકાયદેસર રીતે તેમને મોકલવામાં આવ્યા હતા. ભારે હિમવર્ષમાં ડિંગુચા પરિવારના ૪ લોકોના દટાઈ જવાના કારણે મોત થવાના કેસમાં તપાસ તેજ કરતા માર્ચ મહિનામાં ગુજરાતના અલગ-અલગ સ્થળો પર દરોડા પાડ્યા હતા. માનવ તસ્કરી કેસમાં ફેબ્રુઆરીમાં શિકાગો પોલીસ દ્વારા હર્ષ પટેલ ઉર્ફે ડર્ટી હેરીની ધરપકડ કરવામાં આવી હતી. હર્ષ પટેલની માનવ તસ્કરીના શંકાસ્પદ આરોપી બોબી પટેલ સાથે સંડોવણી હોવાની શંકાના આધારે આ ધરપકડ કરાઈ હતી. ૨૦૨૨માં ગુજરાત પોલીસે બોબી પટેલની ધરપકડ કરી હતી. જાે કે તેને જામીન મળી ગયા હોવાથી તે બહાર છે. ડીગુચા માનવ તસ્કરી કેસમાં ઈડ્ઢએ ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્રના પણ કેટલાક સ્થાનો પર દરોડા પાડ્યા. ગુજરાતમાં ગાંધીનગર અને વડોદરા તેમજ મહારાષ્ટ્રમાં નાગપુર અને મુંબઈ જેવા સ્થાનો પર દરોડા પાડી વાંધાજનક દસ્તાવેજાે, ડિજિટલ ઉપકરણો અને ૦૨ વાહનો જપ્ત કર્યા. આ ઉપરાંત ઈડ્ઢએ બેંક ખાતામાંથી અંદાજે ૧૯ લાખની રકમ જપ્ત કરી. આ મામલે વધુ તપાસ હાથ ધરી. માનવ તસ્કરી કેસમાં વાયા કેનેડાથી ગેરકાયદે અમેરિકા મોકલવાનો આરોપને લઈને ગુજરાત પોલીસની સાથે ઈડ્ઢ પણ સામેલ થતા અનેક વધુ ખુલાસા થવાની સંભાવના છે.

Related Posts