ગુજરાત

પંચમહાલમાં નકલી પ્રોપર્ટી કાર્ડ કૌભાંડમાં સેટલમેન્ટ કમિશ્નરે કાર્ડ રદ કરવાનો કર્યો હુકમ

પંચમહાલ જીલ્લામાં નકલી પ્રોપર્ટી કાર્ડ કૌભાંડમાં સિટી સર્વે સુપરિટેન્ડન્ટ ડી.ડી. પટેલ વિરૂદ્ધ સસ્પેન્શનના પગલાં લેવાયા હતા. બાદમાં પ્રોપર્ટી કાર્ડોની પ્રાથમિક તપાસ રાજ્ય કચેરીએ કરવામાં આવી હતી. જેમાં પ્રોપર્ટી કાર્ડ ક્ષતિપૂર્ણ જણાતાં ૨૮૬૬ કાર્ડ રદ કરાયા હતા. ૨૮૬૬ કાર્ડ રદ કરવા સેટલમેન્ટ કમિશ્નર કચેરી દ્વારા સિટી સર્વે કચેરી ગોધરાને આદેશ કરાયો છે. મળતી વિગતો મુજબ ગુજરાત સરકારમાં સેટલમેન્ટ જમીન રેકોર્ડ નિયમક હેઠળ તંત્રમાં ચારે બાજુ ભ્રષ્ટાચાર છે

તેના પુરાવા મળી આવ્યા છે. સેટલમેન્ટ કમિશન્નરે પંચમહાલ સિટી સર્વે કચેરી દ્વારા બનાવવામાં આવેલા ૨૮૬૬ પ્રોપર્ટી કાર્ડમાં ખામી હોઈ રદ કરવાના આદેશ આપ્યા છે. મહેસૂલ વિભાગે તેમને સસ્પેન્ડ કરવાનો હુકમ કરી આહવા ડાંગ બદલી કરી હતી. ઉપરાંત ડીઆઈએલઆર કચેરીના અન્ય ૩ સર્વેયરોની પણ બદલી કરી દેવામાં આવી હતી. મળતી માહિતી પ્રમાણે કાતોલ ગામમાં સર્વે નંબર ૩૦ની ૧૧૩૯ ચો.મી. જમીન અંગે ૨૦૨૧થી ૨૦૨૩માં કોઈ અરજી થઈ નહોતી છતાંય મેન્ટેન્સ સરવેયરના લોગઈનમાંથી ડેટા એન્ટ્રી કરીને બોગસ પ્રોપર્ટીકાર્ડ તૈયાર કરવામાં આવ્યા હતા. આ કૌભાંડમાં હર્ષદ પંચાલની દાહોદથી પંચમહાલ બદલી કરાઈ, જે.કે. માલિવાડને વડોદરાથી કચ્છ બદલી કરવવામાં આવી હતી.

Related Posts