એક મહત્વપૂર્ણ ઘટનાક્રમમાં ફ્રાન્સમાં સરકારે એક મોટો ર્નિણય લીધો છે જેમાં, નીચલા સદન નેશનલ એસેમ્બલીએ ઐતિહાસિક બિલને મંજૂરી આપી છે. આ બીલ હેઠળ ફ્રાન્સમાં અસાધ્ય બીમારીઓથી પીડાતા લોકોને ઈચ્છામૃત્યુ પસંદ કરવાનો અધિકાર આપવામાં આવશે. યુરોપમાં લાંબા સમયથી ઈચ્છામૃત્યુના અધિકાર માટે કાયદાકીય માગ રહી છે. આ મામલે સંસદમાં મહિનાઓ સુધી ચર્ચાઓ ચાલી રહી હતી. લાંબી ચર્ચાઓના અંતે ગઈકાલે મંગળવારે નેશનલ એસેમ્બલીએ તેની મંજૂરી આપી છે. હવે આ બિલ ઉચ્ચ સદનમાં રજૂ કરવામાં આવશે.
આ પ્રસ્તાવિત બિલમાં ગંભીર બીમારીઓથી ત્રસ્ત લોકોને ઈચ્છામૃત્યુ પસંદ કરવાની મંજૂરી આપવામાં આવી છે. જાે કે, તેના માટે અમુક આકરી શરતો પણ મૂકવામાં આવી છે. જેમાં સારવાર ન થઈ શકે તેવી અસાધ્ય બીમારીથી પીડાતા દર્દીએ પોતે જ ઝેર લાવવાનું રહેશે. તેમજ જાે દર્દી ઝેર લાવવાની સ્થિતિમાં ન હોય તો ડોક્ટર કે નર્સની મદદથી ઝેર આપી શકાશે. બિલ હેઠળ ઈચ્છામૃત્યુનો વકિલ્પ પસંદ કરવા માટે દર્દીની વય ઓછામાં ઓછી ૧૮ વર્ષની હોવી જરૂરી છે. સાથે તે ફ્રાન્સનો નાગરિક હોવો પણ જરૂરી છે.
મોતનો વિકલ્પ પસંદ કરતાં પહેલાં સ્વાસ્થ્ય તજજ્ઞોની ટીમે સાબિત કરવાનું રહેશે કે, વ્યક્તિ ગંભીર બીમારીથી પીડાઈ રહ્યો છે, તેમજ તેની સારવાર શક્ય નથી. દર્દી અસહ્ય પીડાઓ સહન કરી રહ્યો હોવાના પુરાવા આપવા પડશે. ત્યારબાદ જ તેને ઈચ્છામૃત્યુનો વિકલ્પ અપનાવવા મંજૂરી મળશે. ઉલ્લેખનીય છે, માનસિક રોગીઓને ઈચ્છામૃત્યુના વિકલ્પમાંથી બાકાત રાખવામાં આવ્યા છે. જાે મંજૂરી મળે તો દર્દી ઘર, નર્સિંગ હોમ તથા સ્વાસ્થ્ય કેન્દ્રમાં જીવલેણ દવા કે ઝેર ગટગટાવી શકશે.
ઉલ્લેખનીય છે કે, ફ્રાન્સમાં છેલ્લા ૨૦ વર્ષથી ઈચ્છામૃત્યુનો અધિકાર આપવાની માગ હતી. ગત મહિને રાષ્ટ્રપતિ મેક્રોને સલાહ આપી હતી કે, જાે આ બિલ સંસદમાં અટવાઈ જશે તો ફ્રાન્સના મતદારોની ભલામણોના આધારે જનમત મારફત આ બિલને મંજૂરી આપી શકે છે.
પણ આ ઘટના બાદ દેશમાં ઈચ્છામૃત્યુની માગ થઈ રહી છે. તો બીજી બાજુ ફ્રાન્સના ધાર્મિક નેતાઓના સંગઠન ધ કોન્ફરન્સ ઓફ રિલિઝિયસ લીડર્સ આ બિલનો વિરોધ કરી રહ્યા છે. આ સંગઠનમાં કેથોલિક, ઓર્થોડોક્સ, પ્રોટેસ્ટેંટ, યહૂદી, મુસ્લિમ અને બૌદ્ધ સમુદાયના પ્રતિનિધિઓ સામેલ છે. સંગઠને દાવો કર્યો છે કે, આ બિલના કારણે વરિષ્ઠો, બીમાર અને અસ્વસ્થ લોકો પર ઈચ્છામૃત્યુ અપનાવવા દબાણ વધશે. નોંધનીય છે, ફ્રાન્સની જેમ બ્રિટનમાં પણ આ પ્રકારના બિલ પર ચર્ચા ચાલી રહી છે. હાલ સ્વિટ્ઝરલેન્ડ, અમેરિકાના અમુક રાજ્યો, નેધરલેન્ડ, સ્પેન, પોર્ટુગલ, કેનેડા, ઓસ્ટ્રેલિયા, કોલંબિયા, બેલ્જિયમ, લક્ઝમબર્ગમાં અમુક શરતો સાથે ઈચ્છામૃત્યુનો વિકલ્પ પસંદ કરવાનો અધિકાર છે.
ફ્રાન્સમાં અસાધ્ય રોગથી પીડાતા લોકોને ઈચ્છામૃત્યુની પસંદગીનો સરકાર દ્વારા અધિકાર અપાયો પણ શરતોને આધીન!!

Recent Comments