ગાંધીનગરમાં બે ભાઈએ ભાટમાં કરોડોની જમીનનો વેચાણ દસ્તાવેજ કરી લેતાં ફરિયાદ નોધાઇ
ગાંધીનગર શહેર નજીક આવેલા ભાટ ગામમાં જમીનેને નવી શરતમાંથી જૂની શરતમાં કરી આપવા માટે આપવામાં આવેલી પાવર ઓફ એટર્નીનો દૂર ઉપયોગ કરીને બે ભાઈઓ દ્વારા કરોડો રૃપિયાની જમીનનો વેચાણ દસ્તાવેજ કરી દેવામાં આવ્યો હતો. જે મામલે કલેકટરની સીટમાં ફરિયાદ બાદ આખરે અડાલજ પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ ઘટના અંગે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે અમદાવાદ ચમનપુરા ખાતે રહેતા વિજય કિશોરભાઈ વાઘેલાએ ફરિયાદ નોંધાવી હતી કે, તેમનું મોસાળ ભાટ ગામમાં કાનજીભાઈ કબાભાઈ સોલંકીના ઘરે થાય છે અને તેમની માતાની વડીલોપાર્જિત જમીન આ ગામમાં આવેલી છે.
જેના રેવન્યુ રેકોર્ડ ઉપર ૧૯ જેટલા ખાતેદારોના નામ ચાલે છે. આ જમીન નવી શરતની હોવાથી જૂની શરતમાં તબદીલ કરવા માટે અગાઉના ખેડૂતો દ્વારા કુબેરનગર ભાગ્યોદય સોસાયટીમાં રહેતા જીવતભાઈ આત્મારામ ખીલાણીને પાવર ઓફ એટર્ની કરી આપવામાં આવી હતી.પાવર ઓફ એટર્ની કરી આપનાર ખેડુતો પૈકી મારી માતા ચંપાબેન ઉર્ફે અનસુયાબેન વર્ષ-૨૦૧૧માં તથા કમલેશભાઇ કાનજીભાઇ સોલંકી વર્ષ-૨૦૧૪માં તથા ઇશ્વરભાઇ શનાભાઇ સોલંકી વર્ષ-૨૦૧૬માં મરણ ગયાં હતાં. જેથી આ પાવર આપોઆપ રદ થઈ જાય છે.
તેમ છતાં આ જીવતભાઇ આત્મારામ ખીલનાણી તથા તેમના ભાઇ હરીશભાઈ આત્મારામ ખીલનાણી રહે.સી/૭૩, મહાવીર કસરત શાળા સામે, કુબેરનગર, અમદાવાદએ અમારા તથા આ જમીનના મુળ માલિકો સાથે છેતરપીંડી અને વિશ્વાસઘાત કરી અંદરોઅંદર ગુન્હાહીત કાવતરૃ રચી આવા રદ થયેલી પાવરનો કોઇની જાણ કે સંમતિ વગર ઉપયોગ કરી ખેડુતોના પાવર હોલ્ડર તરીકે હરીશભાઇ આત્મારામ ખીલનાણીના નામથી દસ્તાવેજ કરી લીધો હતો. દસ્તાવેજ વખતે રજુ કરેલા સોગંધનામામા પાવર આપનાર મરણ થઇ ગયેલાં ખેડુતોને પણ હયાત બતાવી આવુ ખોટુ સોગંદનામુ સબ-રજીસ્ટારની કચેરી, ગાંધીનગર ખાતે ખરા તરીકે રજુ કર્યું હતું. એટલું જ નહીં આવા ખોટા બનાવેલ ડોક્યુમેન્ટ આધારે અમારી કિંમતી જમીનમા ખોટા લિટીગેશન ઉભા કરી અમારી જમીન હડપ કરી જવાની કોશિષ કરી કરી છે. જે સંદર્ભે કલેક્ટર કચેરીની સીટમાં ફરિયાદ કર્યા બાદ આખરે આ બંને ભાઈઓ સામે અડાલજ પોલીસ મથકમાં વિશ્વાસઘાત અને છેતરપિંડીનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
Recent Comments