ગીર સોમનાથમાં પોલીસ કર્મીઓ દારૂની હેરાફેરીનાર લોકોની ધરપકડ કરવામાં આવી
ગીર સોમનાથમાં પોલીસ કર્મચારીઓ દારૂની હેરાફેરી કરતાં ઝડપાયા. લગભગ ચાર લાખ રૂપિયાના મુદ્દામાલ સાથે ગીરસોમનાથના ત્રણ પોલીસ કર્મચારીઓને ઝડપવામાં આવ્યા હતા. તેમની પાસેથી વિદેશી દારૂની મોંઘી ૧૨૦ બોટલો મળી આવી હતી. ગીર સોમનાથમાં પોલીસ કર્મચારીઓ દારૂની હેરાફેરી કરતાં ઝડપાયા. લગભગ ચાર લાખ રૂપિયાના મુદ્દામાલ સાથે ગીરસોમનાથના ત્રણ પોલીસ કર્મચારીઓને ઝડપવામાં આવ્યા હતા.
તેમની પાસેથી વિદેશી દારૂની મોંઘી ૧૨૦ બોટલો મળી આવી હતી. પોલીસે તમામ સામે ગુનો નોંધી જેલના હવાલે કર્યા હતા. પોલીસે દારૂ લઈને આવતા પોલીસ કર્મચારીઓને વહેલી સવારે ટોલ બૂથ પર જ પકડ્યા હતા. એલસીબીએ તેમની ધરપકડ કરી હતી. પોલીસ કર્મચારીઓ જ દારૂ લઈ આવતા ઝડપાતા વાડ જ ચીભડાં ગળે ત્યારે ફરિયાદ કરવા કોને જવી તે કહેવત સાચી પડી. પોલીસ કર્મચારીઓ આ દારૂ હરિયાણાથી વેરાવળના બૂટલેગરને સપ્લાય કરવાના હતા. પોલીસ વિભાગમાં ડ્રાઇવર તરીકે ફરજ બજાવતા પૂર્વેશ ઉર્ફે માજન રાઠોડ, અગાઉ હોમગાર્ડમાં પરજ બજાવી ચૂકેલા ધર્મેશ ધનજી કવા અને સતીશ પ્રવીમ કવા ઝડપાયા હતા. રેડલેબલ, બેલેન્ટાઇન જેવા મોંઘા વિદેશી દારૂની ૧૨૦ બોટલો મળી આવી હતી. એક આરોપી અગાઉ પણ દારૂ ની ખેપ મારતા ઝડપાઇ ચૂકેલ હતો. પોલીસ તમામ વિરુદ્ધ ગુન્હો નોંધી જેલ હવાલે કર્યા હતા. વહેલી સવારે ૫ઃ૧૫ વાગ્યે ટોલ બુથ પર ન્ઝ્રમ્ એ દબોચ્યા હતા. રેનોલ્ટ કારમાં દારૂ ભરી આવી રહ્યા હતા.
Recent Comments