અમદાવાદ ભાવનગર શિશુવિહાર નું અભિવાદન છેલ્લા ૮૬ વર્ષ થી મૂલ્ય શિક્ષણ અને સામાજિક સદભાવ માટે કાર્યરત શિશુવિહાર સંસ્થા નું સારસ્વત એવોર્ડ થી અભિવાદન કરવામાં આવ્યું..ભારત સરકાર ના પૂર્વ શિક્ષણ મંત્રી ડૉ.રમેશ પોખરીયાલ ની અધ્યક્ષતા માં તા.૩૦ માર્ચ રવિવાર ના રોજ ગુજરાત વિધાપીઠ અમદાવાદ ના હિરક મહોત્સવ ખંડ માં યોજાયેલ સમારોહ માં શિશુવિહાર સંસ્થા માં છેલ્લા ૧૫ વર્ષ થી મંત્રી તરીકે સેવાર્થી ડૉ.નાનકભાઈ ભટ્ટ નું વિશેષ અભિવાદન થયું હતું..ગુજરાત સરકાર ના પૂર્વ મુખ્ય સચિવ તથા સોમનાથ ટ્રસ્ટ ના માનદ મંત્રી શ્રી પ્રવિણભાઈ લહેરી ની વિશેષ ઉપસ્થિતી માં યોજાયેલ ગરીમાપૂર્ણ સમારોહ માં શિશુવિહાર ની માનવ સેવા પ્રવૃતિ ની વિગતે નોંધ મૂકી ડૉ.નાનકભાઈ ભટ્ટ નું સારસ્વત સન્માન થયું હતું
ગુજરાત વિદ્યાપીઠ હિરક મહોત્સવ ખંડ માં. શિશુવિહાર ના ડો. નાનકભાઈ ભટ્ટ ને પૂર્વ શિક્ષણ મંત્રી અને પૂર્વ સચિવ વરદહસ્તે સારસ્વત એવોર્ડ અર્પણ

Recent Comments