ગુજરાત

અમદાવાદના ઈસનપુરમાં એમડી ડ્રગ્સના જથ્થા સાથે ૧.૫૨ લાખનો મુદ્દામાલ કબજે એક આરોપી ઝડપાયો

પોલીસે એનડીપીએસ એકટ હેઠળ ગુનો નોંધીને તેણે આ જથ્થો ક્યાંથી મેળવ્યો તેની તપાસ હાથ ધરી છે. ઈસનપુર પોલીસને માહિતી મલી હતી કે મોહંમદ હનીફ ઉર્ફે મામુ મોહમ્મદ સિદ્દીક સૈયદ નામનો શખ્સ તેના ઘરમાં એમડી ડ્‌ગર્સનો જથ્થો રાકીને તેનું વેચાણ કરે છે. જેને આધારે પોલીસે મોહંમદ હનીફના ઈસનપુરના ફિરદોસ કંપાઉન્ડમાં આવેલી પાનવાલી ચાલીના મકાન પર દરોડો પાડ્યો હતો. જેમાં પોલીસે તપાસ કરતા અહીંથી ગેરકાયદે નશીલા પદાર્થ મેફેડ્રોનનો ૮ ગ્રામ ૩૨૦ મિલીગ્રામ જથ્થો મળી આવ્યો હતો. પોલીસે રૂ.૮૩,૨૦૦ ની કિંમતનો એમડી ડ્રગ્સનો જથ્થો, મોબાઈલ ફોન, રૂ.૫૮,૩૮૦ રોકડા, આધારકાર્ડ, ચૂંટણીકાર્ડ વગેરે મળીને કુલ રૂ. ૧,૫૨,૩૮૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે એનડીપીએસ એકટ હેઠળ ગુનો નોંધીને તેણે આ જથ્થો ક્યાંથી મેળવ્યો તેની તપાસ હાથ ધરી છે.

Related Posts