અમરેલી

જાફરાબાદમાં ‘શું કામ મારી સામે જા છો’ કહી વેપારીને મારી નાખવાની ધમકી

જાફરાબાદમાં એક વેપારીને ‘તું શું કામ મારી સામે જો છો’ કહી મુંઢમાર માર્યો હતો તેમજ જાનથી મારવાની ધમકી પણ આપી હતી. બનાવ અંગે રાજભાઇ પ્રકાશભાઇ બાંભણીયા (ઉ.વ.૨૦)એ પ્રકાશ ઉર્ફે ભુરો, અવીનાશ ઉર્ફે અવો, ભાવીન, મીલન તથા ગોપાલ નામના ઇસમ સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ, તેઓ રોડ ઉપર પસાર થતા હતા ત્યારે આરોપીએ ‘તું શું કામ મારી સામે જો છો’ તેમ કહી જેમ ફાવે તેમ ગાળો આપી હતી. જેથી તેમણે ગાળો આપવાની ના પાડતા પાઈપનો ઘા મારતા લોહી નીકળ્યું હતું. અન્ય આરોપીએ હાથમાં પહેરવાનું કડુ જમણી આંખ ઉપર મારતા બે ટાંકા આવ્યા હતા. ઉપરાંત આરોપીઓએ ઢીકાપાટુનો મુંઢમાર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જાફરાબાદ ટાઉન પોલીસ સ્ટેશનના એએસઆઈ બી.એમ.વાઘેલા વધુ તપાસ કરી રહ્યા છે.

Related Posts