લાલપુર જામનગર હાઇવે પર ભરચક ભરેલો મગફળીનો ટ્રક જતો હતો જામનગર લાલપુર હાઇવે પર એક ટ્રકમાં ખેડૂતોની મગફળી ભરીને જતો ઓવરલોડ ટ્રકમાંથી મગફળીની ગુણી ભરીને જતો હતો, ત્યારે હાઇવે રોડ પર ૮થી ૧૦ ગુણી ટ્રકમાંથી બાંધેલી હતી, તે સરકી જતાં સામેથી આવતા વાહનો ઉપર પડતાં પડતાં સહેજ માટે રહી ગઈ હતી. જેથી મગફળી ઓવડલોડ ટ્રકને કારણે ગંભીર અકસ્માત સર્જાતા અટક્યો હતો.
લાલપુર જામનગર હાઇવે પર ભરચક ભરેલો મગફળીનો ટ્રક જતો હતો, તે દરમિયાન ટ્રકમાં ભરેલો મગફળીનો જથ્થોમાંથી ૮-૧૦ ગુણી જેટલી મગફળી રોડ પર પડી જતા મગફળીની રેલમછેલ જાેવા મળી હતી, ત્યારે સમગ્ર ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે.જ્યારે મળતી માહિતી મુજબ આ વીડિયો લાલપુર જામનગર હાઇવે પરનો હોય તેવી માહિતી મળી રહી છે. જ્યારે આ વીડિયો હાઇવે પર ટ્રક ભરેલા મગફળીની પાછળ જતી મોટરકારમાંથી ઉતારેલો હોય તેવી માહિતી મળી રહી છે . જામનગર નજીક આવેલા લાલપુર બાયપાસ પાસે જતો હોય તે રસ્તો હોય તેવી હાલ કારમાંથી ઉતારેલા વીડિયોની વાતચીતમાંથી માલૂમ પડી રહ્યું છે.
Recent Comments