fbpx
ગુજરાત

જસદણમાં યુવકે ૧૪ વર્ષની સગીરાનું અપહરણ કરીને દુષ્કર્મ કર્યુ

જસદણમાં રહેતી ૧૪ વર્ષની સગીરાને તેના ઘર પાસે જ પાનની દુકાન ધરાવતો શખ્સ લલચાવી ફોસલાવી ભગાડી ગયો હતો. બાદમાં તે સગીરા ને કાગવડ ઘેલા સોમનાથ સહિતના સ્થળોએ લઈ જઈને દુષ્કર્મ આચર્યું. રાજકોટના જસદણમાં થયેલી ચોંકાવનારી ઘટનામાં ૨૯ વર્ષીય એક યુવકે ૧૪ વર્ષની સગીરાનું અપહરણ કર્યું હતું. આરોપી આરોપી રોહિત પીઠવા પાનનો ગલ્લો ચલાવતો હતો અને સગીરા તેની દુકાને આવતી હતી. ધીમે ધીમે આરોપીએ સગીરા સાથે મિત્રતા કરી અને પછી લગ્નની લાલચ આપી તેને ભગાડીને દુષ્કર્મ આચર્યું હતું. જસદણ પોલીસ મથકે અપહરણ અને પોક્સો સાહિતની કલમો સાથે ગુનો દાખલ થયો હતો સાથે પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, આરોપી રોહિત રમેશભાઈ પીઠવાને જસદણમાં પાનનો ગલ્લો છે. ભોગ બનનાર આરોપીના પાનના ગલ્લા નજીકના વિસ્તારમાં રહેતી હતી.

૧.૫ વર્ષ પહેલા સગીરા આરોપીની દુકાને કોઈ વસ્તુ લેવા આવી હતી. માસુમ સગીરાને જાેઈ આરોપીની નિયત બગડી હતી. તેણે સગીરા સાથે પરિચય કેળવ્યો હતો. લલચાવી ફોસલાવી મોબાઈલ નંબરની આપ-લે કરી હતી. લગ્નની લાલચ આપી ૨ દિવસ પહેલા આરોપી ૧૪ વર્ષીય સગીરાને ભગાડી અપહરણ કરી ગયો હતો અને સગીરા લાપતા થતા તેના પિતાએ જસદણ પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી. ભોગ બનનારની ઉંમર માત્ર ૧૪ વર્ષ હોય, બનાવની ગંભીરતા જાેઈને જસદણ પોલીસે સહિત અલગ અલગ ટિમો દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. બાદમાં આરોપીના ઘરે અને દુકાને પણ તે મળી ન આવતા તે જ અપહરણ કરી ગયો છે તેની ખાત્રી કરી હતી.

દરમિયાન બંને આરોપી સગીરા ને ભગાડી ગયા બાદ ઘેલા સોમનાથ અને કાગવડ સહિતના સ્થળોએ લઈ ગયો હતો બાદમાં બંને અહીંથી પરત આવતા હતા દરમિયાન પોલીસે તેને શોધી કાઢ્યા હતા. પુછપરછમાં જાણવા મળેલ કે આરોપી સગીરાને અલગ અલગ સ્થળોએ લઈ ગયો હતો. બંને પરત આવતા હતા ત્યારે જ પોલીસે તેને શોધી કાઢ્યા હતા. આ દરમ્યાન આરોપીએ સગીરા સાથે શારીરિક અડપલાં કર્યાં હતા. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી અને આરોપીને ઝડપી લીધો. તપાસમાં જાણવા મળ્યું કે આરોપીએ સગીરા સાથે દુષ્કર્મ કર્યું હતું. આરોપી વિરુદ્ધ અપહરણ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આ ઘટનાએ જસદણમાં ભારે ચકચાર મચાવી છે.

Follow Me:

Related Posts