ભાવનગર

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ચૂંટણી અધિકારી અને મદદનીશ ચુંટણી સહિતનાં અધિકારીઓને કાર્પપાલક મેજિસ્ટ્રેટ તરીકે કાર્ય કરવા આદેશ

રાજય ચૂંટણી આયોગ દ્વારા સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓની સામાન્ય/પેટા ચૂંટણીઓ-૨૦ર૬નો ચૂંટણીનો કાર્યક્રમ જાહેર
થયેલ છે.
ચૂંટણી કાર્યક્રમ અનુસાર, ભાવનગર મહાનગરપાલીકા, નગરપાલિકા મહુવા, પાલીતાણા, વલ્લભીપુર તેમજ ભાવનગર
જિલ્લા પંચાયત ઉપરાંત તાલુકા પંચાયત, ભાવનગર(ગ્રામ્ય), ઘોઘા, શિહોર, વલ્લભીપુર, ઉમરાળા, મહુવા, પાલીતાણા, તળાજા,
ગારીયાઘાર અને જેસરની સામાન્ય ચૂંટણીઓ યોજાનાર છે. જેનુ મતદાન તા.૨૬/૦૪/૨૦૨૬ ના રોજ થનાર છે.
ભાવનગર જિલ્લા મેજિસ્ટ્રેટશ્રીએ જે તે વિસ્તાર માટે નિમાયેલા ચૂંટણી અધિકારીઓ માટે નિશ્ચિત સમયગાળા માટે
ભારતીય નાગરીક સુરક્ષા સંહિતા-૨૦૨૩ ની કલમ-૪૧, ૧૦૮, ૧૦૯, ૧૪૮ અને ૧૬૩ હેઠળ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ તરીકે કાર્ય
કરવાનું રહેશે.

ભાવનગર જિલ્લાનાં સંબંધિત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના કામે નિયુકત કરેલ ચૂંટણી અધિકારીશ્રીઓ તથા મદદનીશ
ચૂંટણી અધિકારીશ્રીઓને તેમજ ચૂંટણી કામે નિયુકત કરેલ ઝોનલ અધિકારીશ્રીઓ, ખાસ ઝોનલ અધિકારીશ્રીઓને તથા રીઝર્વ
ઝોનલ અધિકારીશ્રીઓ. સેક્ટર મેજિસ્ટ્રેટશ્રીઓને જે તે વિસ્તાર અને નિશ્ચિત સમયગાળા માટે નિમણૂંક કરવામાં આવેલ હોય, તે
વિસ્તાર અને નિશ્ચિત સમયગાળા માટે આ હુકમની તારીખથી તા.૨૮/૦૪/૨૦૨૬ ના રોજ મતગણતરી પુર્ણ થાય ત્યાં સુધીના
સમયગાળા માટે ભારતીય નાગરીક સુરક્ષા સંહિતા-૨૦૨૩ ની કલમ-૧૫ મુજબ ખાસ કાર્યપાલક મેજિસ્ટ્રેટ તરીકેના નીચે મુજબના
અધિકારો એનાયત કરવામાં આવ્યાં છે.
જાહેરનામાં અનુસાર, ભારતીય નાગરીક સુરક્ષા સંહિતાની કલમ-૪૧ મેજિસ્ટ્રેટે પકડવા બાબત, ૧૦૮- પોતાની હાજરીમાં
જડતી લેવાની મેજિસ્ટ્રેટની સત્તા, ૧૦૯-દસ્તાવેજ વગેરે કબજે લેવાની સત્તા, ૧૪૮- મુલકી દળનો ઉપયોગ કરીને મંડળીઓ
વિખેરવા બાબત તેમજ કલમ-૧૬૩ ત્રાસદાયક બાબતો કે ભયના સંદેશાના તાકીદના સંજોગોમાં હુકમ કરવાની સત્તા હુકમ
એનાયત કરાયાં છે.
સમગ્ર ચૂંટણી પ્રક્રીયા દરમ્યાન ચૂંટણી અધિકારીશ્રીઓ, મદદનીશ ચૂંટણી અધિકારીશ્રીઓ, ઝોનલ અધિકારીશ્રીઓ તથા
મદદનીશ ઝોનલ અધિકારીશ્રીઓની નિમણુંકોમાં ફેરબદલી/સુધારા થાય તો તે બદલી/સુધારાથી આવનાર
અધિકારીશ્રી/કર્મચારીશ્રીને પણ આ હુકમ આપો આપ લાગુ પડશે.

Related Posts