સ્વ મંજુલાબેન વજુભાઇ સિદ્ધપરા ની પુણ્યસ્મૃતિ માં ગાયત્રી મંદિર ખાતે સંત શ્રી રણછોડદાસ બાપુ ટ્રસ્ટ નો નેત્રયજ્ઞ એવમ સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો
દામનગર શક્તિ પીઠ ગાયત્રી મંદિર ખાતે સિનિયર સીટીઝન ટ્રસ્ટ શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર ટ્રસ્ટ ના સયુંકત ઉપક્રમે સ્વંગીય મંજુલાબેન વજુભાઇ સિદ્ધપરા ની પુણ્યસ્મૃતિ માં સંત શ્રી રણછોડદાસ બાપુ ટ્રસ્ટ રાજકોટ ની હોસ્પિટલ ની તબીબી સેવા એ નેત્રયજ્ઞ અને ગુજરાત સરકાર ના હોમિયોપેથીક દવાખાના વિભાગ અમરેલી જિલ્લા પંચાયત ના ડો મનીષભાઈ જેઠવા ની સેવા થી સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો સ્વ મંજુલાબેન વજુભાઇ સિદ્ધપરા પરિવાર ના પુત્રવધુ ભારતીબેન સંજયભાઈ સિદ્ધપરા અને વજુભાઇ બાબુભાઈ સિદ્ધપરા પરિવાર ની પુત્રી રત્નો સોનલબેન પરેશભાઈ મકવાણા શ્વેતાબેન દીપકભાઈ મકવાણા દિશાબેન ધ્રુવભાઈ ઠકર સહિત ના પરિવારજનો દ્વારા દીપ પ્રાગટય કરી સેવાયજ્ઞ નો પ્રારંભ કરાયો હતો આ નેત્રયજ્ઞ માં મોતીયા ના દર્દી નારાયણો ને સંપૂર્ણ મફત નેત્રમણી આરોપણ દર્દી ઓને લાવવા લઈ જવા રહેવા જમવા દવા ચશ્મા ઓપરેશન સહિત ની તમામ સુવિધા વિના મૂલ્યે સંત શ્રી રણછોડદાસ બાપુ ટ્રસ્ટ ની હોસ્પિટલ રાજકોટ તરફ થી અપાનાર છે આ સેવાયજ્ઞ માં દેવચંદભાઈ આલગિયા રમેશભાઈ જોશી જીતુભાઇ બલર ભરતભાઇ ભટ્ટ ડો મોહિતભાઈ વાઢેર ધીરૂભાઇ રાજપૂત દિલીપભાઈ પરમાર રવજીભાઈ માલવીયા જયુભાઈ જોશી બી એલ ચાવડા લાભુભાઈ નારોલા મહેશ પંડયા ગોતમભાઈ ચૌહાણ પૂજારી વ્યાસભાઈ કિશોરભાઈ વાજા રામભાઈ પરમાર જયેશભાઇ જોશી સહિત ના સ્વંયમ સેવી ઓએ સેવા આપી હતી ખૂબ મોટી સંખ્યા માં દર્દી નારાયણો ની તપાસ સારવાર કરાય હતી
Recent Comments