લુપ્ત થતાં એ પ્રાકૃતિક ખેલનું સૌદર્ય આજના ડીજીટલ હાઈટેક યુગમાં જાણે લુપ્ત થતુ જોવા મળે છે એવી ક્ષણોમાં હજુ પણ અમુક વાલી વર્ગ એવી દ્રઢ વિચારધારા ધરાવે છે કે એ લુપ્ત થઈ રહેલી સભ્યતા અને સંસ્કૃતિના જતન માટે મહાનગરોનો ત્યાગ કરી સેમી અર્બન શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં વડલા, પીપળા, આંબલી, લીમડા જેવાં વૃક્ષોના સાનિધ્ય સાથે મંદિરોમાં પોતાના બાળકોને ઈશ્ર્વરના સામીપ્યની અનુભૂતિ કરાવવા માટે પણ નમ્ર પ્રયાસ કરે છે. આમ ધર્મનો ખરો અર્થ તો માનવીને ખરાં અર્થમાં માનવ બનાવવો એ જ હોય શકે.. હા, જગતમાં ખાલી વાતો કર્યે કશું નથી વળવાનું આ માટે પ્રકૃતિના સામીપ્ય માટે શહેર અને કોર્પોરેટ વર્લ્ડની ઝાકમઝોળના પ્રલોભનો ત્યજવા માટે સતત તૈયાર રહેવું પડશે. આજે વાત કરવી છે એવાં સમુદાયની જે પોતાને મેગા સિટીમાં મળતી નોકરીઓ કે વ્યવસાયને ઠુકરાવી અર્ધ શહેરી કે ગ્રામ્ય વિસ્તારોમાં પોતાનો વ્યવસાય કે નોકરી કરતાં જોવા મળે છે. જેનો મુખ્ય ઉદેશ્ય પોતાના સંતાનોને ભારતીય સંસ્કૃતિની ઝાંખી સાથે ભારતીય સંસ્કૃતિની પરંપરાના સંસ્કારનું સિંચન કરવું વગેરે હોય છે. આજે એક ખરા અર્થમાં ગ્રામ્ય સંસ્કૃતિના રંગે રંગાયેલ એક સન્નારી દ્વારા જણાવવામાં આવ્યું કે પોતાના સંતાનો આ ડીઝીટલ વર્લ્ડના ભોગ ન બને એટલા ખાતર જ પોતાની પાસે ફોન પણ કિપેડ વાળો સાદો મોબાઇલ ફોન રાખે છે. ટચ સ્ક્રીનવાળા મોબાઇલથી પોતાના સંતાનોના ઉછેર માટે સંપૂર્ણ દૂર રહે છે. આમ પ્રાકૃતિક સૌંદર્યના સાનિધ્યને સેવવા માટે શહેરની કૃતિમતાના એ આંખને આંજી નાખે તેવા વાતાવરણથી પીછો છોડાવીએ તો જ પ્રાકૃતિક સંપદાને મન ભરીને માણી શકાય. પ્રસ્તુત તસ્વીરમાં એક મંદિરના ચોગાનમાં વડલાના ડાળે ઝૂલતું એ શૈશવનું અદભૂત દ્રશ્ય પત્રકાર બિપીનભાઈ પાંધીના કેમેરામાં કેદ થયેલું જોવા મળે છે.
ભારતીય સંસ્કૃતિના ઓરિજિનલ મિજાજ સમા પ્રાકૃતિક સૌદર્ય સભર એ વડલા, આંબલી, પીપળીના વૃક્ષોના સંગે શૈશવને ઝૂલાવવા માટેનું વાતાવરણ પ્રદાન કરવા કાજે ઘણા વાલીગણ પોતાને મળતી કોર્પોરેટ વર્લ્ડમાં મળતી તકોને છોડી અર્ધ શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં વસવાટ કરતાં જોવા મળે છે

Recent Comments