પાલનપુરમાં બનાસ બેંક વિવાદમાં ચેરમેન અને વાઇસ ચેરમેનની આવતીકાલે ચૂંટણી યોજાશે
બનાસ બેંક છેલ્લા અઢી વર્ષથી વિવાદમાં ચાલી રહી છે. ત્યારે આવતીકાલે બનાસ બેંકમાં તા. ૦૭ ડિસેમ્બર ૨૦૨૪ ના રોજ ચેરમેન અને વાઈસ ચેરમેનની ચૂંટણી યોજાશે. ભાજપએ કાંકરેજના અણદા પટેલને મેન્ડેડ આપી બનાસ બેંકના પ્રમુખ બનાવ્યા હતા. બનાસ બેંકના ચેરમેન પટેલે બેન્કના કર્મચારી અશોક ચૌધરીને સસ્પેન્ડ કરી દેતા ચેરમેન પદ ગુમાવવું પડ્યું હતું. ભાજપ પ્રદેશ ઉપપ્રમુખ કૌશલ્ય કુંવર બા સેન્સ લેવા પહોંચ્યા છે.
પાલનપુરના ચડોતરના કમલમ ખાતે ૧૮ ડિરેક્ટરોની સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ રહી છે. ભાજપએ ચાર માસના ગાળા બાદ ફરીથી સવસી પટેલને મેન્ટેડ આપી બનાસ બેંકના ચેરમેન બનાવ્યા હતા. ભાજપના સવસી પટેલનું જૂથ મજબૂત હોવાથી ભાજપે મેન્ટેડ આપવું પડ્યું હતું. બનાસ બેંકના ચેરમેન અને વાઈસ ચેરમેનની ચાર માસ અગાઉ ટર્મ પૂર્ણ થઇ હતી, પરંતુ વિવાદોના કારણે ચૂંટણી થઈ શકી નથી. બનાસ બેંકના ચેરમેન પદે શંકર ચૌધરી બાદ બનાસ બેંક નો વહીવટ વિવાદોમાં રહ્યો છે. ચેરમેન સવસી પટેલ, અણદા પટેલ, કેપી ચૌધરી નું ડિરેક્ટર ગ્રુપ સવસી પટેલને ચેરમેન બનાવવાના મૂડમાં છે, વર્તમાન વિધાનસભાના સ્પીકર શંકર ચૌધરીના અંગત મનાતા ડાયાભાઈ પણ ચેરમેન પદની રેસમાં આગળ મનાય છે. બનાસ બેંકની ચૂંટણીનું ચેરમેન પદ નક્કી કરશે કે આગામી બનાસ ડેરીની ચૂંટણી કયા પ્રકારે કરવામાં આવશે.
Recent Comments