રાષ્ટ્રીય

રાજસ્થાનમાં મહિલા ટીચર અને પ્રિન્સિપાલની અશ્લિલ હરકતોનો વીડિયો વાયરલ થતાં બન્ને સસ્પેન્ડ

રાજસ્થાનમાં શિક્ષણ જગતને શર્મસાર કરતી એક મોટી ઘટના બની હતી જેમાં એક સ્કૂલમાં પ્રિન્સિપાલે પોતાની ચેમ્બરમાં મહિલા ટીચર સાથે અશ્લિલ હરકતો કરી હતી જેનો વીડિયો વાયરલ થતાં હડકંપ મચ્યો હતો.
એક સરકારી શાળાના આચાર્ય અને એક મહિલા શિક્ષિકા અશ્લીલ હરકતો કરતા જાેવા મળી રહ્યા છે. વીડિયોમાં જાેવા મળી રહ્યું છે કે પ્રિન્સિપાલે પોતાની ચેમ્બરમાં મહિલા ટીચરને પહેલા કિસ કરી ત્યાર બાદ ખુરશીમાં બેસીને મહિલા ટીચર પાસે ગંદુ કામ કરાવ્યું હતું. ચેમ્બરમાં લાગેલા ગુપ્ત કેમેરામાં આ ઘટના રેકોર્ડ થઈ હતી.

સંસ્થાના વડા અરવિંદ વ્યાસ હાલમાં કર્મચારી મહાસંઘના રાજ્ય પ્રમુખ છે. આ વીડિયોમાં તે શાળાની એક મહિલા શિક્ષિકા સાથે અશ્લીલ હરકતો કરતો જાેવા મળે છે. શરૂઆતમાં આ વીડિયો શાળાના સીસીટીવી ફૂટેજ લાગે છે, જેમાં તારીખ અને સમય પણ દેખાય છે. આ વીડિયો વાયરલ થયા બાદ શિક્ષણ વિભાગમાં હડકંપ મચી ગયો હતો. આ ઘટનાનો વીડિયો વાયરલ થયાં બાદ પ્રિન્સિપાલ અને મહિલા ટીચર બન્નેને સસ્પેન્ડ કરી દીધા છે.

Related Posts