સાબરકાંઠામાં ધારાસભ્ય રમણલાલ વોરા નકલી ખેડૂતના નામે જમીન ખરીદી મામલે કોંગ્રેસે આવેદનપત્ર આપ્યું,
ઈડર તાલુકા કોંગ્રેસના આગેવાનો ટેકેદારો સહિતના લોકોએ ઇડર પ્રાંત કલેકટર કચેરી એ આવેદનપત્ર આપી રમણલાલ વોરામામલે ન્યાયિક તેમજ તટસ્થ તપાસની માંગ કરી છે. જાેકે કોંગ્રેસે આપેલા આવેદન પત્ર સમયે કોંગ્રેસના શહેર પ્રમુખ પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ સહિતનાં દિગ્ગજાે ગેર હાજર જાેવા મળ્યાં હતા. સાબરકાંઠા ઈડરના છેલ્લા ૨૫ વર્ષથી ધારાસભ્ય પદે રહેલા તેમજ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ સહિત કેબિનેટ કક્ષાના મોટાભાગના મંત્રાલયના મંત્રી રહી ચૂકેલા રમણ વોરા સામે ગાંધીનગરના પાલેજમાં જમીન ખરીદીનો મામલો વધુ ગરમાયું છે.
ત્યારે ઈડર વિધાનસભાના કોંગ્રેસના ઉમેદવાર તેમજ તાલુકા સહિત જિલ્લા પંચાયતના કોંગ્રેસી આગેવાનોએ ઇડરમાં કોંગ્રેસ કાર્યાલયથી રેલી સ્વરૂપે ઈડરની પ્રાંત કચેરીએ આવેદનપત્ર પાઠવ્યું છે. જેમાં ઈડરના ધારાસભ્ય રમલાલ વોરા સામે ન્યાયિક તેમજ તટસ્થ તપાસની માંગ કરી જમીન ખરીદી મામલે સત્ય બહાર લાવવા જણાવ્યું છે. ગુજરાત સરકારમાં મંત્રી રહી ચુકેલા તેમજ વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ રમણ વોરા સામે ફરી એકવાર નવા વિવાદોના વાદળ ઘેરાયા છે. ઇડરમાં ગતવર્ષે જ નકલી ખેડૂત બની જમીન ખરીદી કરનારાઓ સામે કાયદેસરના પગલાં લેવાયા હતા. તેમજ તેમને ન્યાયિક હિરાસત સુધી પહોંચવાનો વારો આવ્યો હતો.
ત્યારે ઈડરના ધારાસભ્ય મામલે પણ આગામી સમયમાં ન્યાયિક તપાસ કરવામાં આવે તો સમગ્ર ગુજરાતભરમાં ખભરાટ સર્જાય તેમ છે. ત્યારે આ મામલે પાયારૂપ તપાસ કરવાની માંગ કરવામાં આવી છે. કોંગ્રેસ પક્ષ દ્વારા ઇડર પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી યોગ્ય ન્યાયની માંગ કરવામાં આવી છે. મહત્વની બાબત એ કહી શકાય કે કોંગ્રેસ પક્ષ દ્વારા સિટિંગ ધારાસભ્ય રમણલાલ વોરાસામે આવેદનપત્ર આપવામાં આવ્યું જાેકે કોંગ્રેસ પક્ષના શહેર અને પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખોની ગેરહાજરી ચર્ચાનો વિષય બની છે, ખાસ કરીને શહેર અને તાલુકા સંગઠન દ્વારા આપવામાં આવેલા આવેદનપત્ર બાબતે શહેર પ્રમુખની ગેરહાજરીને લઈ હાજર લોકોમાં મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. જાેકે આગામી સમયમાં ન્યાયિક તેમજ તટસ્થ તપાસ ન થાય તો ગાંધી ચિંધ્યા માર્ગે કોંગ્રેસી કાર્યકરો તેમજ આગેવાનોએ આંદોલનની પણ ચીમકી આપી છે.
Recent Comments