પોલીસે લોકોમાં ભય ફેલાવતા આવાં તત્ત્વોની સાન ઠેકાણે પાડી છે છેલ્લા કેટલાક દિવસોથી જાણે ગુજરાતમાં ગુનાહિત પ્રવૃત્તિએ માથું ઊંચક્યું હોય એમ એક પછી એક ઘટના બનતી જઈ રહી હતી. એને લઈને લોકોમાં પણ ડર પ્રવર્તી રહ્યો હતો અને સામે પોલીસ પર આક્રોશ વધતો જઈ રહ્યો હતો. લોકો પોતાને ઘરમાં પણ સુરક્ષિત નથી મહેસૂસ કરી રહ્યા. પોલીસે લોકોમાં ભય ફેલાવતા આવાં તત્ત્વોની સાન ઠેકાણે પાડી છે. બે દિવસમાં પોલીસે ત્રણ ગંભીર ગુનામાં સંડોવાયેલાં અસામાજિક તત્ત્વોનું જાહેરમાં સરઘસ કાઢ્યું હતું. જે વિસ્તારમાં અસામાજિક તત્ત્વો ભય ફેલાવે છે ત્યાં જ તેમનું સરઘસ કાઢી પોલીસ લોકોમાં તેમનો ડર ઓછો કરી રહી છે. સુરત પોલીસે મોટા વરાછા વિસ્તારમાં ચાર દિવસ પહેલાં જાહેરમાં મારામારી કરનારાં ત્રણ અસામાજિક તત્ત્વોનું સરઘસ કાઢ્યું હતું. મોટા વરાછામાં ઈંડાંની લારી ચલાવતા યુવક પર પાર્કિંગ જેવી સામાન્ય બાબતમાં હુમલો કરવામાં આવ્યો હતો. હુમલાની ઘટના ઝ્રઝ્ર્ફમાં કેદ થઈ ગઈ હતી. છેલ્લા બે દિવસમાં આવા ગુંડાઓનું ત્રીજું સરઘસ પોલીસ દ્વારા કાઢવામાં આવ્યું હતું.
સુરતમાં દોડાવી દોડાવીને મારનાર ૩ શખસનું દોરડાથી બાંધી સરઘસ કાઢ્યું

Recent Comments