સુરતમાં ‘દીકરીને ન્યાય અપાવી ન શકતા ઈટાલિયાએ જાહેરસભાના મંચ પર જાતે જ પટ્ટા માર્યા’
![](https://citywatchnews.com/wp-content/uploads/2025/01/17-2-1140x620.jpg)
સુરતમાં આમ આદમી પાર્ટી દ્વારા મીની બજાર ખાતે જાહેર સભાનો આયોજન કરવામાં આવ્યું યુવતીને જામીન મળ્યા બાદ નિવેદન આપતા કહ્યું હતું કે મને પોલીસ દ્વારા પટ્ટાથી માર મારવામાં આવી હતી અમરેલી લેટર કાંડનો મામલો ગરમાઈ રહ્યો છે. આ બનાવમાં એક યુવતીની ધરપકડ કરીને તેનું સરઘસ કાઢવામાં આવ્યું હતું. જેને પગલે રાજ્યભરમાં રાજકીય ગરમાવા સાથે ખળભળાટ મચી ગયો હતો. દરમિયાન આમ આદમી પાર્ટી દ્વારા આજે મીની બજાર ખાતે જાહેર સભાનો આયોજન કરવામાં આવ્યું હતું. જનસભામાં મોટી સંખ્યામાં રત્ન કલાકારો હીરા દલાલો તેમજ અન્ય લોકો જાેડાયા હતા. તેમજ આમ આદમી પાર્ટીના નેતાઓ પણ હાજર રહ્યા હતા.
ગોપાલ ઇટાલીયા જનસભા ને સંબોધતી વખતે એવું કર્યું કે સૌ કોઈ આશ્ચર્યચકિત થઈ ગયા. અમરેલી લેટર કાર્ડ ની અંદર જે યુવતી ની ધરપકડ કરવામાં આવી હતી ત્યારબાદ તેનો સરઘસ કાઢવામાં આવ્યા હોવાની વાત સાથે રાજ્યભરમાં રાજકીય ગરમાવો આવી ગયો હતો. યુવતીને જામીન મળ્યા બાદ નિવેદન આપતા કહ્યું હતું કે મને પોલીસ દ્વારા પટ્ટાથી માર મારવામાં આવી હતી. લેટર કાર્ડમાં જે સીધી રીતે આરોપી ન હોવા છતાં પણ તેની સાથે પોલીસ દ્વારા જે કૃત્ય કરવામાં આવ્યું છે તેની દુનિયા હોવાનું કહીને ગોપાલ ઇટાલીયા દ્વારા જાહેર સભાના મંચ ઉપર પોતાનો પટ્ટો કાઢીને પોતાને મારવાનું શરૂ કરી દીધું હતું તેમણે માફી માંગતા કહ્યું હતું કે હું આ દીકરીને ન્યાય અપાવી શક્યો નથી તેથી હું પટ્ટા મારી ને પોતાની જાતને સજા આપું છું.
ગોપાલ ઇટાલિયાએ જનસભામાં જણાવ્યું હતું કે, પોતે અનેક ઘટનામાં કાયદાકીય, સામાજિક અને રાજકીય લડાઈ લડતા આવ્યા છે પરંતુ ભાજપના રાજમાં અધિકારી અને નેતાઓની ભ્રષ્ટ સાંઠગાંઠના કારણે કોઈને ન્યાય મળી શક્યો નથી. ગુજરાતમાં લઠ્ઠાકાંડમાં, જસદણ બળાત્કાર, મોરબીકાંડ, અગ્નિકાંડ, સરઘસકાંડ, હરણી બોટકાંડ, પેપરલીકકાંડ જેવી અનેક ઘટનાઓ ગોપાલ ઈટાલીયા લડાઈ લડ્યા પરંતુ ન્યાય ન અપાવી શક્યા તેની માફી માંગતા માંગતા ઈટાલીયાએ સ્ટેજ પરથી પોતાને પટ્ટાથી માર મારીને સજા કરી હતી. અમરેલીની નિર્દોષ દીકરીને અમરેલી પોલીસે બેરહમીથી છ પટ્ટા માર્યા હતા ત્યારે ગોપાલ ઈટાલીયાએ ન્યાય ન અપાવી શક્યા તે બદલ પોતાને જ પટ્ટા મારીને સજા કરેલ હતી. ગુજરાતની જનતાનો આત્મા ઊંઘી ગયો છે. ભાજપના નેતાઓ અનેક બળાત્કાર, તોડબાજી, જમીન માફિયા, બુટલેગરો, ડ્રગ્સ માફિયા, વ્યાજ માફિયાઓ, અપહરણ, દાદાગીરી જેવા અનેક કાંડ કરે છે. છતાંય ગુજરાતની જનતાનો આત્મા ઊંઘી ગયો છે ત્યારે કદાચ પોતાને જ માર મારવાના કારણે જનતાનો આત્મા જાગશે.
Recent Comments