ગુજરાત

સુરેન્દ્રનગરના ચુડામાં કેનાલમાં ગાબડું પડતાં ખેતરોમાં પાણી ફરી વળ્યું, હજારો હેક્ટર જમીન પર પાણી ફરી વળ્યું

કેનાલમાં ગાબડું પડતા ખેતરોમાં પાણી ફરી વળ્યા છે. સુરેન્દ્રનગરમાં ચુડાના મોજીદડ ગામની કેનાલમાં ગાબડું પડતાં ખેતરોમાં પાણી ફરી વળ્યું છે. ઘઉં, જીરા સહિતનો પાક નાશ થતાં હજારો હેક્ટર જમીન પર પાણી ફરી વળ્યું છે. સુરેન્દ્રનગરમાં ચુડાના મોજીદડ ગામની કેનાલમાં ગાબડું તૂટી પડતાં કેનાલનું પાણી ફરી વળ્યું છે. કેનાલમાં ગાબડું પડતા ખેતરોમાં પાણી ફરી વળ્યા છે. ખેડૂતોનો ઘઉં, જીરા સહિતનો તૈયાર પાક ધોવાયો છે.

કેનાલના પાણી હજારો હેક્ટર જમીન પર ફરી વળ્યા છે. ખેડૂતોના ખેતરનો પાક નાશ થવાથી લાખોનું નુકસાન થવા પામ્યું છે. ગામમાંથી પસાર થતી ન્ડ્ઢ-૮ નર્મદા કેનાલમાં ગાબડું પડ્યું છે. અગાઉ લખતર તાલુકાના નાના અંકેવાળીયા ગામ નજીક નીકળતી પેઢડા ગામ તરફથી આવીને સોખડા નાગડકા તરફ જતી ડ્ઢ-૬ કેનાલની અંદર ગાબડું પડતા આશરે ૧૦૦ વિઘા જેટલાં ખેતરમાં પાણી ઘૂસી જતા ખેડૂતોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જયારે ખેડૂતો દ્વારા વાવેલ ઘઉં, જીરું, વરિયાળી, ચણા, અજમો સહિતના પાકોમાં પાણી ફરી વળતા ઉભા પાકને નુકસાન જવાની ભીતિ સાથે આ વિસ્તારનાં ખેડૂતોમાં રોષની લાગણી જાેવા મળી હતી.

Related Posts