સાવરકુંડલા ઓળિયા વચ્ચે આવેલ સહયોગ હોટેલમાં કામ કરતા મનુભાઈ આહિરનું મૃત્યુ થતાં તેના પરિવારના બધા લોકો સુરત રહેતા હોય મનુભાઈ એકલા હોટલમાં રહેતા હતા. તો તેના પરિવાર દ્વારા હિતેશ સરૈયાને જાણ કરતા કે અમોને અહીંયા મનુભાઈને અગ્નિદાહ દેવાનો હોય અમોને અહીંની કોઈ ખબર ના હોય તો અમોને મદદ કરો. તેથી શ્રી વીરદાદા જસરાજ સેનાના કાર્યંકર અનિલ પોપટાણી, નરેશ નિમાવત, જલો સવાણી દ્વારા સિવિલ હોસ્પિટલ પોસ્ટમોર્ટમ રૂમ પરથી સીધો સ્મશાન રથને જસરાજ સેના દ્વારા બધી વ્યવસ્થા કરીને અગ્નિદાહ આપી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પડેલ છે…
સાવરકુંડલા શહેરમાં સેવાકીય ક્ષેત્રે અગ્રેસર વીર દાદા જસરાજ સેના દ્વારા માનવતા મહેંકી ઉઠી..


















Recent Comments